ટોપ ન્યૂઝનેશનલ

વિપક્ષના વિરોધ વચ્ચે સંસદમાં ‘વકફ બોર્ડ બિલ’ રજૂ, કોંગ્રેસ અને સપા લાલઘૂમ

નવી દિલ્હી: કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ(Kiren Rijiju)એ લોકસભામાં વકફ (સુધારા) બિલ, 2024 રજૂ કર્યું છે. કોંગ્રેસ અને સપા સહિત INDIA ગઠબંધનના સાથી પક્ષોએ આ બિલ અંગે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે લોકસભા(Congress in Loksabha)માં કહ્યું કે વકફ બિલ બંધારણની મૂળભૂત ભાવનાઓ વિરુદ્ધ છે, વકફ સુધારા બિલ (Waqf Bill)અધિકારો પર હુમલો છે.

આ બિલને રજુ થયા બાદ લોકસભામાં ભારે હોબાળો થયો છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે આ બિલ બંધારણની મૂળભૂત ભાવના પર હુમલો છે. આ બિલ દ્વારા તેઓ એવી જોગવાઈ કરી રહ્યા છે કે બિન-મુસ્લિમો પણ વક્ફ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય હશે. આ ધર્મની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. આ બાદ તમે ખ્રિસ્તીઓ અને પછી જૈનોના અધિકારો છીનવશો. ભારતની જનતા હવે આવી વિભાજનકારી રાજનીતિને સહન નહીં કરે.

સમાજવાદી પાર્ટીના રામપુરના સાંસદ મોહિબુલ્લા નદવીએ કહ્યું કે મારા ધર્મ સાથે જોડાયેલી બાબતોમાં કોઈ દખલ ન થવી જોઈએ. તેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન થશે.

દરમિયાન, ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે આ બિલ બંધારણની કલમ 30નું સીધું ઉલ્લંઘન છે જે લઘુમતીઓને તેમની પોતાની સંસ્થાઓનું સંચાલન કરવાના અધિકાર સાથે સંબંધિત છે. આ બિલ ચોક્કસ ધાર્મિક જૂથને નિશાન બનાવે છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button