નેશનલ

યુપી બાદ બેંગલુરુ પોલીસ પણ એક્શનમાં, હવે ખાખી યુનિફોર્મમાં Reel બનાવવા પર પ્રતિબંધ

બેંગલુરુ : ઉત્તર પ્રદેશમાં પોલીસ(Police)વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર રીલ(Reel)બનાવવા પર પ્રતિબંધ છે. યુપી બાદ કર્ણાટકની રાજધાની બેંગલુરુ પોલીસ વિભાગને પણ યુનિફોર્મમાં રીલ બનાવવા અંગે ચેતવણી આપવામાં આવી છે. આ ચેતવણી બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદે આપી છે.

પોલીસ વિભાગની બદનામી થાય છે

બેંગલુરુ પોલીસ કમિશનરે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને યુનિફોર્મમાં અને ડ્યુટી દરમિયાન રીલ બનાવવા અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આમ કરવાથી પોલીસ વિભાગની બદનામી થાય છે. તેમનું નિવેદન કમિશનરની કચેરી દ્વારા જાહેર કરાયેલા પરિપત્રના એક દિવસ બાદ આવ્યું છે.

રીલ બનાવવી એ પણ વિભાગના નિયમો વિરૂદ્ધ છે

પોલીસ કમિશનરે કહ્યું હતું કે યુનિફોર્મમાં ‘રીલ’ બનાવવી એ માત્ર અનુશાસનહીન નથી પરંતુ વિભાગના નિયમોની પણ વિરુદ્ધ છે. પોલીસ એ સમાજનો એક ભાગ છે. તેથી તેમનામાં પણ કેટલીક ખામીઓ જોવા મળે તે સ્વાભાવિક છે. તેથી પોલીસ કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર રીલ બનાવવાના ટ્રેન્ડથી દૂર રહેવું જોઈએ.

આ શોખ પોલીસ વિભાગની પ્રતિષ્ઠા માટે સારો નથી

બેંગલુરુના પોલીસ કમિશનર બી દયાનંદે કહ્યું કે તાજેતરના સમયમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં યુનિફોર્મમાં રીલ, શોર્ટ્સ અને વીડિયો બનાવવાની અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ટેવ પડી ગઈ છે. આ વિભાગની પ્રતિષ્ઠા માટે સારું નથી.

આગળની કાર્યવાહી થઈ શકે છે

આ સાથે બેંગલુરુ પોલીસના સોશિયલ મીડિયા યુનિટને પણ પોલીસકર્મીઓની રીલ બનાવવાની ગતિવિધિઓ પર નજર રાખવા અને આગળની કાર્યવાહી માટે વરિષ્ઠ અધિકારીઓને આ બાબતની જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button