નેશનલ

ખબરદાર : બ્રિટનમાં તમામ ભારતીય મસાલાઓ પર ચોકી પહેરો સખત

ભારતીય મસાલાઓને લઈને બ્રિટને પોતના આકરા તેવર દર્શાવવાનું શરૂ કરી દીધું. તેણે ભારતમાથી આવતા તમામ પ્રકારના મસાલાઓ પર નજર રાખતા જે કઈ ઇમ્પોર્ટ થાય છે તેના પર બાજ નજર રાખશે. બ્રિટનના પુરવઠા નિયામકે કહ્યું કે ભારતમાથી આવતા તમામ મસાલાઓ પર ખાસ અંકુશ માટે ઉપાય કરવાના શરૂ કરી દેવાયા છે. એક આર્થિક અખબારના અહેવાલ પ્રમાણે,બે બ્રાન્ડ વિરુદ્ધ ભેળસેળના આરોપો બાદ વૈશ્વિક પુરવઠા નિયામકોમાં ચિંતાના વમળ પેદા થયા છે. પરિણામે તમામ ભારતીય મસાલાઓની તપાસ કરનારો દેશ બ્રિટન પહેલો બન્યો છે.

સમાચાર મુજબ,આ પહેલા હોંગકોંગએ ગત મહિને MDH દ્વારા તૈયાર ત્રણ અને એવરેસ્ટ દ્વારા બનાવાયેલા એક મસાલામાં મિશ્રિત વેચાણને સસ્પેન્ડ કરી દીધા હતા. જેમાં કહેવાયું હતું કે, તેમાં કેન્સર પેદા કરનારા કીટ નાશક એથિલીન ઓકસાઈડની માત્રા બહુ વધારે હતી.આ સિવાય સિંગાપોરે પણ એવરેસ્ટ મસાલા પરત લેવા આદેશ કર્યો છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડ,યુનાઈટેડ સ્ટેસ્ટ ઓફ અમેરિકા, ઓસ્ટ્રેલિયા એ પણ કહ્યું કે, તે બંને બ્રાન્ડ સાથે સંકળાયેલા આ મામલે વિચાર કરશે.

એમડીએચ-એવરેસ્ટએ કહ્યું- પ્રોડક્ટ વપરાશ માટે યોગ્ય

જો કે ભારતની બંને લોકપ્રિય બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટ એ કહ્યું કે, તેમના ઉત્પાદન વપરાશ માટે યોગ્ય છે. બ્રિટનની પુરવઠા માપદંડ એજન્સી (એફએસએ ) એ કહ્યું કે, ચિંતાઓને જોતાં તેમણે ભારતથી આવતા મસાલાઓમા કીટ નાશક અવશેષો માટે વધારાના નિયંત્રણ ઉપાય લાગુ કર્યા છે. જેમાં એથિલીન ઓકસાઈડ પણ સામેલ છે. જો કે એજન્સીએ એ નથી જણાવ્યુ કે તે શું પગલાં લઈ રહી છે.એફએસએ એ રોયટર્સ ને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, બ્રિટનમાં એથિલીન ઓકસાઈડની મંજૂરી નથી.

મસાલા બોર્ડ તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં

બ્રિટનની પુરવઠા માપદંડ એજન્સીએ વધુમાં ઉમેર્યું કે, જો બજારમાં કોઈ નુકસાનકર્તા ભોજન કે ખાડી પદાર્થો છે તો તત્કાળ કાર્યવાહી કરાશે. ભારતના મસાલા બોર્ડએ પ્રતિક્રિયાની રજૂયાતનો કોઈ જવાબ નથી આપ્યો. ભારત, દુનિયામાં મસાલાનાં સૌથી મોટા નિકાસકાર, વપરાશકાર અને ઉત્પાદક છે. સમાચાર પ્રમાણે વર્ષ 2022 માં બ્રિટનમાં 128 મિલિયન ડોલર્સના મસાલાની આવક થઈ હતી.જેમાં ભારતનો હિસ્સો 23 મિલિયન ડોલર્સ હતો

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…