કેરળમાં નિપાહ વાયરસનો ફેલાવો વધ્યો, પાંચ જીલ્લામાં 571 લોકો કોન્ટેક્ટ લિસ્ટમાં

કેરળમાં નિપાહ વાયરસના ફેલાવામાં સતત વધારો થઈ રહ્યો છે. નિપાહ વાયરસમાં હાલ 571 લોકો કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ થયા છે. કેરળમાં મલપ્પુરમ, પલક્કડ અને કોઝિકોડ જીલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી હાઈ રિસ્ક કેટેગરીમાં સામેલ 27 લોકો દેખરેખ હેઠળ છે. આ અંગે કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જએ બેઠકમાં
સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી.
મલપ્પુરમમાં 13 લોકો આઇસોલેશનમાં સારવાર હેઠળ
નિપાહ વાયરસના ફેલાવા અંગે જણાવતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે, મલપ્પુરમ જિલ્લામાં 62, પલક્કડમાં 418, કોઝિકોડમાં 89 અને એર્નાકુલમ અને ત્રિશૂરમાં એક-એક વ્યક્તિનો કોન્ટેક્ટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી મલપ્પુરમમાં 13 લોકો આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
લોકો આઈસોલેશનમાંથી બહાર આવી રહ્યા છે
નિપાહ વાયરસના ફેલાવા દરમિયાન રાહતની વાત એ છે કે લોકો આઈસોલેશનમાંથી બહાર આવી રહ્યા છે. જેમનું નામ
કોન્ટેક્ટ લિસ્ટમાંથી દુર કરવામાં આવી રહ્યું છે. જેમાં મલપ્પુરમ જિલ્લામાંથી એક, પલક્કડમાંથી બે અને કોઝિકોડમાંથી સાત લોકો આઇસોલેશનમાંથી બહાર આવ્યા છે.
નિપાહ વાયરસ શું છે?
નિપાહ વાયરસ એક ઝૂનોટિક વાયરસ છે. જે પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે. તે મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે અને મનુષ્યોમાં શ્વાસ લેવામાં તકલીફ, ખૂબ તાવ અને મગજમાં સોજો જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
નિપાહ વાયરસના મુખ્ય લક્ષણો
તાવ
માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો
થાક અને નબળાઈ
શ્વાસ લેવામાં તકલીફ
ઉલટી અથવા ઉબકા
માનસિક મૂંઝવણ અથવા બેભાન થવું
નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે?
ચેપગ્રસ્ત ચામાચીડિયા દ્વારા ખાધેલા ફળો અથવા તેમના થૂંકથી ચેપગ્રસ્ત વસ્તુઓને સ્પર્શ કરીને અથવા ખાવાથી તેમજ
ચેપગ્રસ્ત માણસોના સીધા સંપર્કમાં આવવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
આ પણ વાંચો…કેરળમાં સતત ફેલાઈ રહ્યો છે નિપાહ વાયરસનો ચેપ, જાણો લક્ષણ અને બચવાના ઉપાયો