કેરળના મુસ્લિમ સંગઠને કહ્યું કે કોંગ્રેસ ઈતિહાસના પુસ્તકો સુધી જ સીમિત રહેશે…..
અયોધ્યા: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુરામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે આ મહોત્સવમાં ઘણા મહાનુભવો, સંતો અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાંથી કેરળના એક અગ્રણી મુસ્લિમ સંગઠને અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં કાંગ્રસને આમંત્રણ ના આપવાના વલણની ટીકા કરી હતી. આ સંગઠન કોંગ્રેસના સહયોગી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની ખૂબ નજીકનું માનવામાં આવે છે.
કેરળ જમિયાતુલ ઉલમા નામના સંગઠને તેના મુખપત્ર સુપ્રભાતમના સંપાદકીય લેખમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે આ કાર્યક્રમમાં આમંત્રણ ના આપવાનું એકમાત્ર કારણ ઉત્તર ભારતમાં હિંદુ મતોના નુકસાનનો ડર છે. જો કોંગ્રેસ લોકો સમક્ષ પોતાનું સ્ટેન્ડ નહી મૂકે તો 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ સત્તા જાળવી રાખશે, જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કરનાર કોંગ્રેસ ઇતિહાસના પુસ્તકોમાં દબાઈ જશે.
હાલના સમયમાં કોંગ્રેસ પાસે સંઘ પરિવાર સામે લડવાની વૈચારિક પ્રતિબદ્ધતા નથી. જમિયાતુલ ઉલમા સંગઠને અત્યાર સુધી આ મુદ્દે મૌન જાળવી રાખ્યું હતું પરંતુ 27 ડિસેમ્બરના રોજ કોંગ્રેસને “ભાજપની જાળ” સામે ચેતવણી નામે એક લેખ પ્રકાશિત કરીને આ તમામ બાબતો લખી હતી. તેમજ જમિયાતુલ ઉલમા સંગઠનના સ્ટેટ જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે દરેક ચૂંટણી પહેલા સાંપ્રદાયિક લાગણીઓ ભડકાવવાની ભાજપની આદત રહી છે. છેલ્લા કેટલાક સમયથી કોમી હિંસા થઈ છે. અત્યારે પણ ભાજપની રણનીતિ સાંપ્રદાયિક એજન્ડાનો ફાયદો ઉઠાવવાની છે. કોઈએ આ જાળમાં ફસાવું ના જોઇએ.
નોંધનીય છે કે ગયા અઠવાડિયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના નેતા સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રતિનિધિમંડળ તરફથી રામના અભિષેક માટે આમંત્રણ મળ્યું હતું. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નેતાઓ આ સમારોહમાં હાજરી આપશે, ત્યારે AICCના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે કહ્યું હતું કે તમને 22 જાન્યુઆરીએ ખબર પડશે કે કોણ હાજરી આપી રહ્યું છે અને કોણ નહિ. પરંતુ તેઓએ અમને આમંત્રણ આપ્યું છે તે માટે અમે તેમના આભારી છીએ.