કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્યને બળાત્કારના બે કેસમાં રાહત મળી પણ ત્રીજા કેસમાં ફસાયા

તિરુવનંતપુરમઃ કેરળના પલક્કડના કોંગ્રેસથી હાંકી કઢાયેલા ધારાસભ્ય રાહુલ મમકૂટાથિલની બળાત્કારના આરોપના કેસમાં શનીવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ પુછપરછ બાદ તેને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવશે. રાહુલ મમકૂટાથિલની પર બળાત્કારની ત્રીજી ફરિયાદ નોંધાઈ હતી, અને આ જ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતું.
ધારાસભ્ય રાહુલ મામકુટાથિલ પર એક મહિલા પર બળાત્કાર કરવાનો અને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવાનો આરોપ હતો. તેમની સામે અત્યાર સુધીમાં આવા બે કેસ દાખલ થયેલા હતા. ત્યારે હવે આ ત્રીજો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરના કેસમાં જ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં તેઓ લાંબા સમયથી ફરાર હતા. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂછપરછ માટે તેમની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાહુલ મમકુટાથિલ સામે કુલ ત્રણ કેસ દાખલ થઈ ચુક્યાં છે. પહેલા કેસમાં રાહુલ પર બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાત કરવાના ગંભીર આરોપો છે. કેરળ હાઈકોર્ટે તેમને આ કેસમાં ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. બીજા કેસમાં, તિરુવનંતપુરમ સેશન્સ કોર્ટે તેમને આગોતરા જામીન આપ્યા હતા. હવે તેમને ત્રીજા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રાહુલ સામેના ત્રણેય કેસ જાતીય સતામણી સાથે સંકળાયેલા છે, જેના કારણે પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા હતા.
આ પણ વાંચો…કોંગ્રેસ અંબરનાથના ૧૨ નગરસેવકનું સભ્યપદ રદ કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરશે.



