નેશનલ

Kerala ના આ મંત્રીનું ફંડ અંગેનું નિવેદન કેમ થયું વાયરલ, જાણો વિગતે…

નવી દિલ્હી : કેરળના(Kerala)મંત્રી જ્યોર્જ કુરિયન હાલમાં તેમના એક નિવેદનને લઇને ચર્ચામાં છે. તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલા બજેટમાં કેરળની ફાળવણીને મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે જો કેરળને આર્થિક ભંડોળ મેળવવું હોય તો તેને સાબિત કરવું પડશે કે તે પછાત રાજ્ય છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા ચર્ચા શરૂ થઈ છે.

Also read : નાણામંત્રી નિર્મલા સીતારમને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અંગે આપ્યું આ મોટું નિવેદન

વિઝિંજામ બંદરને પણ બજેટમાં અવગણવામાં આવ્યું હતું

જોકે, લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ ભાષણ રજૂ કર્યા પછી તરત જ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે આ રાજ્ય માટે નિરાશાજનક બજેટ હતું. તેમણે કહ્યું કે કેન્દ્રએ વાયનાડના પુનઃનિર્માણ માટે ભંડોળ માટેની તેમની વિનંતીને અવગણી છે. ગત વર્ષે જુલાઈમાં અહીં થયેલા ભૂસ્ખલનમાં 400 થી વધુ લોકોના મોત થયા હતા. કેરળના વિઝિંજામ બંદરને પણ બજેટમાં અવગણવામાં આવ્યું હતું. અમે ખાસ વાયનાડ ભૂસ્ખલન પેકેજ ઉપરાંત 24,000 કરોડ રૂપિયાના ખાસ પેકેજની વિનંતી કરી હતી. તેમજ વિઝિંજામ બંદરના રાષ્ટ્રીય મહત્વને ધ્યાનમાં રાખીને માંગણી કરી હતી. પરંતુ આમાંથી કોઈ પણ બાબત ધ્યાનમાં લેવામાં આવી ન હતી.

Also read: ટેક્સ ઘટાડવાના નિર્ણય પાછળ વડાપ્રધાનનો હાથ! નાણા પ્રધાન નિર્મલા સીતારમનનું નિવેદન…

રાજ્ય અનેક ક્ષેત્રોમાં પહેલેથી જ આગળ

કેરળને શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં આગળ રહેવાની સજા મળી રહી છે. તેમણે કહ્યું કે રાજ્ય અનેક ક્ષેત્રોમાં પહેલેથી જ આગળ છે. કેટલાક ક્ષેત્રો એવા છે જ્યાં કેરળ પાછળ છે. પરંતુ આ ક્ષેત્રોના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સહયોગ મળતો નથી. તેમણે કહ્યું કે આ બજેટમાં કેરળની અવગણના કરવામાં આવી જે અસ્વીકાર્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button