પરિવારના ચાર સભ્યની હત્યા કરી ગર્લફ્રેન્ડને પણ મારી નાખી ને કારણ આપ્યું કે…

તિરુવંથપુરમઃ કેરળના તિરુવંથપુરમમાં એક ખળભળાટ મચાવતી ઘટના બની છે. અહીં એક 23-24 વર્ષના યુવાન અફાને પોતાના જ પરિવારના ચાર અને ગર્લફ્રેન્ડ એમ પાંચની હત્યા કરી છે અને ત્યારબાદ તે પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. વેંજારામુડુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કથિત આરોપીએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેની તબિયત સ્થિર છે અને પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.
Also read : Telangana Tunnel Collapse: ફસાયેલા ચાર લોકોનું લોકેશન મળી આવ્યું, ધૂંધળી આશા છતાં પ્રયત્નો ચાલુ
કઈ રીતે અને શા માટે કરી પરિવારની હત્યા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અફાને અલગ અલગ લોકો પાસેથી 65 લાખ રૂપિયા લૉન પેટે લીધા હતા. આ દેવું ભરવા તેણે પરિવારની મદદ માગી, પણ પરિવારે કરી નહીં. ત્યારબાદ તેણે માતા અને ભાઈ સાથે આત્મહત્યા કરવાની વાત કરી પણ માતા ન માની. આથી 24મી ફેબ્રુઆરીએ તેણે પહેલા પોતાની 88 વર્ષની દાદીની હત્યા કરી અને તેનો સોનાનો હાર લઈ લીધો.
ત્યારબાદ મામા-મામીના ઘરે જઈ તેમની હત્યા કરી. ફરી તે ઘરે આવ્યો તો ઘરે ભાઈ અને ગર્લફ્રેન્ડ હતા, તેણે તેને પણ મારી નાખ્યા અને મા પર પણ હુમલો કર્યો. બધુ કર્યા બાદ તે પોલીસ સ્ટેશન ગયો અને પોતાનો ગુનો કબૂલી તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.
ગર્લફ્રેન્ડને શા માટે મારી
ગર્લફ્રેન્ડને મારવાનું ખૂબ જ વિચિત્ર કારણ અફાને આપ્યું. તેણે પોલીસને કહ્યું કે મે તેને એટલા માટે મારી કે જેથી હું જેલમાં જાઉ પછી તે એકલી ન થઈ જાય. બધાને માર્યા બાદ અફાને ગર્લફ્રેન્ડને પણ રહેંસી નાખી, જેથી તે એકલી ન થઈ જાય.
Also read : Paytm ને ફેમા હેઠળ ઇડીએ ફટકારી રૂપિયા 611 કરોડના ઉલ્લંઘનની નોટિસ…
શું હોઈ શકે કારણ
અફાનના કહેવા પ્રમાણે તે દેવા હેઠળ હતો અને પરિવાર ઉપર પણ ઘણી લોન હતી આથી તેણે આ પગલું ભર્યું, પરંતુ અફાનના પિતા વિદેશમાં રહે છે અને ઘટના બાદ તેઓ ગઈકાલે ભારત આવ્યા ત્યારે તેમણે કહ્યું કે પરિવારની આર્થિક હાલત એટલી પણ નબળી ન હતી અને પરિવાર પર ખાસ કોઈ દેવું પણ નથી. પોલીસ હવે આ કેસમાં વધારે તપાસ હાથ ધરી રહી છે.