કેરળમાં સ્કાય-ડાઇનિંગમાં ક્રેન ખરાબ થતા પ્રવાસીઓ ફસાયા, સુરક્ષિત નીચે લાવવા પ્રયાસ

ઇડુક્કી: કેરળમાં એડવેન્ચર ટુરિઝમ અંતર્ગત એક ખાનગી સ્કાય-ડાઇનિંગમાં ક્રેન ખરાબ થતા પ્રવાસીઓ ફસાયા હતા. આ પ્રવાસીઓ દોઢ કલાકથી વધુ સમય સુધી ફસાયા હતા. આ પ્રવાસીઓ 120 ફૂટ ઉપર ફસાયા હતા. આ ઘટનાની જાણ થતા બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને સુરક્ષિત રીતે નીચે લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અનાચલમાં ક્રેનથી ચાલતું ડાઇનિંગ પ્લેટફોર્મ અટકી ગયું
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ કેરળના ઇડુક્કી જિલ્લાના અનાચલમાં ક્રેનથી ચાલતું ડાઇનિંગ પ્લેટફોર્મ પ્રવાસીઓને એડવેન્ચર ટુરિઝમનો અનુભવ આપે છે. તેમજ થોડા મહિના પહેલા જ શરૂ કરાયેલી આ સુવિધામાં એક સાથે 16 લોકો સુધી બેસી શકે છે. જેનાથી તેઓ લગભગ અડધા કલાક સુધી ખીણની ઉપર મનોહર દૃશ્યો નિહાળીને સાથે ભોજન કરી શકે છે.
આ પણ વાંચો : કેરળના ઇડુક્કીમાં ભૂસ્ખલન, આઠ મકાન ઘરાશાયી એકનું મોત
#WATCH | Munnar, Kerala | Tourists were stranded at a private sky dining setup in Anachal, Idukki, after a technical failure in the crane, today; Rescue operation underway
— ANI (@ANI) November 28, 2025
The incident occurred near Munnar, leaving tourists and staff stranded for over 1.5 hours. Rescue efforts… pic.twitter.com/Pciz0CoLxB
પ્રવાસીઓને સુરક્ષિત પાછા લાવવા માટે પ્રયાસ
જોકે, આ દરમિયાન પ્રવાસીઓ સાથે ઉપર ગઈ હતી. પરંતુ ક્રેનના ફ્યુઝમાં સર્જાયેલી યાંત્રિક ખામીને કારણે પ્લેટફોર્મ નીચે ઉતારવામાં નિષ્ફળ ગયું હોવાનું કહેવાય છે. જેની બાદ મુન્નારથી તૈનાત ફાયર અને સુરક્ષા કર્મચારીઓ હાલમાં વૈકલ્પિક પદ્ધતિઓ પર કામ કરી રહ્યા છે. જેમાં દોરડાનો ઉપયોગ કરીને લોકોને નીચે ઉતારવાનો સમાવેશ થાય છે. આ બચાવ કામગીરી ચાલુ છે અને એન્જિનિયરો સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા અને ફસાયેલા બધા પ્રવાસીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.



