નેશનલ

‘પત્ની ખરાબ ભોજન રાંધે તો તે ક્રૂરતા નથી’

હાઈકોર્ટે પતિની છૂટાછેડાની અરજી ફગાવી

જો પત્નીને રસોઇ બનાવતા આવડતું ન હોય અથવા તે ખરાબ રીતે રાંધતી હોય તો તેને ક્રૂરતા ગણી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે ક્રૂરતાના આધારે છૂટાછેડાની માંગ કરતી પતિની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે જો પત્નીને રસોઇ બનાવતા આવડતું ન હોય તો તે ક્રૂરતાની શ્રેણીમાં આવતું નથી અને તેના આધારે લગ્નને તોડી શકાય નહીં.

કેરળ હાઈકોર્ટ તેના નિર્ણયોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર આવો જ નિર્ણય આપવામાં આવ્યો છે. કેરળની એક વ્યક્તિએ તેની પત્નીથી છૂટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પતિનો આરોપ છે કે તેની પત્નીને રસોઈ બનાવતા આવડતી નથી. આ સાથે અરજદારે એમ પણ કહ્યું હતું કે તેની પત્ની તેની સાથે ખરાબ વર્તન કરે છે અને તેના સંબંધીઓની સામે તેનું અપમાન કરે છે.


એવું પણ કહેવામાં આવ્યું હતું કે પત્નીએ તેની નોકરીને જોખમમાં નાખવાના ઇરાદાથી તેના વિશે કંપનીમાં ફરિયાદ કરી હતી, તેના પર થૂંક્યું હતું પતિએ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે પત્નીએ તેની નોકરી જોખમમાં મૂકવા માટે તેની કંપનીમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે તેના પતિ માટે અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.

જોકે, પોતાના બચાવમાં પત્નીએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેનો પતિ જાતીય હિંસાથી પીડિત છે. તે તેના શરીરની મજાક ઉડાવે છે. મહિલાએ કહ્યું કે તેનો પતિ માનસિક સમસ્યાથી પીડાતો હતો અને તેણે દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું. પત્નીએ કોર્ટને જણાવ્યું કે તે આ લગ્નને જાળવી રાખવા માંગે છે અને તેણે આ જ ઈરાદાથી કંપનીને ઈમેલ પણ કર્યો હતો.


આ મામલે કોર્ટે પત્ની દ્વારા તેના પતિની કંપનીને મોકલવામાં આવેલ ઈમેલ વાંચ્યો હતો, ત્યારબાદ કોર્ટને જાણવા મળ્યું કે તે તેના પતિના વર્તનથી ચિંતિત છે. તે કેરળથી UAE ગયો હતો અને તેની પત્ની તેના બદલાયેલા વર્તનથી નારાજ હતી અને તેને સામાન્ય જીવનમાં પાછો લાવવા કંપની પાસે મદદ માંગી રહી હતી.


કોર્ટે જણાવ્યું હતું કે લગ્નને ખતમ કરવા માટે ખરાબ રસોઈને ક્રૂરતા કહી શકાય નહીં. છૂટાછેડાને યોગ્ય ઠેરવતા પૂરતા આધારો વિના એક પક્ષ લગ્ન સમાપ્ત કરવાનો એકપક્ષીય નિર્ણય લઈ શકે નહીં. આ સાથે છૂટાછેડાની અરજી ફગાવી દેવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button