‘તમે મંદિરના માલિક નથી’, કેરળ હાઈકોર્ટે ત્રાવણકોર દેવસ્વમ બોર્ડને લગાવી ફટકાર
કેરળ હાઈકોર્ટે મંગળવારે મંદિરોમાં ફ્લેક્સ બોર્ડ દ્વારા રાજકીય લખાણો લખી લોકોને સંદેશો આપવાના મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અથવા ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ (TDB)ને અભિનંદન આપતા ફ્લેક્સ બોર્ડ મંદિરોમાં લગાવવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે કહ્યું કે ભક્તો ત્યાં મુખ્ય પ્રધાન, વિધાન સભ્યો અથવા TDB સભ્યોના ચહેરા જોવા માટે નહીં, પણ ભગવાનના દર્શન કરવા જાય છે.
કેરળ હાઇ કોર્ટની ખંડપીઠે આવા અસંખ્યઉદાહરણો ટાંક્યા હતા અને કહ્યું હતું કે એક ફ્લેક્સ બોર્ડ પર મુખ્ય પ્રધાન પિનરઇ વિજયન, રાજ્ય દેવસ્વમ બૉર્ડના પ્રધાન વીએન વસાવન, ટીડીબીના અધ્યક્ષ અને આ વિસ્તારના વિધાન સભ્યની તસવીરો લગાવવામાં આવી છે, તેમાં એલડીએફ અને બોર્ડને જારી કરાયેલા મંદરકલા-મકરાવિલક્કુ તીર્થ યાત્રા ની સિઝન દરમિયાન સબરીમાલા તીર્થમાં આનંદના અનુભવ માટે અભિનંદન આપવામાં આવ્યા હતા.
Also read: ‘રમતગમત એ બાળકોનો મૂળભૂત અધિકાર છે…’ કેરળ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
આ વિશે નારાજગી વ્યક્ત કરતા બેન્ચે કહ્યું હતું કે આવી બાબતોને મંજૂરી આપી શકાય નહીં. તમારે એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે બૉર્ડ માત્ર ટ્રસ્ટી છે, જેનું કામ મંદિરોનું સંચાલન કરવાનું છે. તમારે એવી રીતે ના વર્તવું જોઇએ કે જાણે તમે જ મંદિરના માલિક હો. અને તમારે એવા ભ્રમમાં પણ ના રહેવું જોઇએ કે તમે મંદિરના માલિક છો. ભક્તો મંદિરોમાં ભગવાનના દર્શન કરવા આવે છે. મુખ્ય પ્રધાન, વિધાન સભ્યો, ટીડીબી સભ્યોના ચહેરા જોવા માટે નહીં.
Also read: કેરળ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, Live In Relationship માં પુરુષને પતિ ગણી શકાય નહિ
સબરીમાલા યાત્રા દરમિયાન થેરૂર મંદિર એદથવલમ (રોકવાનું સ્થળ) છે. તીર્્થયાત્રા સમયે લોકોને સુવિધા પૂરી પાડવાની જવાબદારી TDBની છે. તેમણે આ સ્થળે ફ્લેક્સ બોર્ડ ના લગાવવા જોઇએ અને ભક્તો પાસેથી દાનમાં મળેલા પૈસાનો દુરૂપયોગ ના કરવો જોઇએ, એમ કોર્ટે જણાવ્યું હતું અને આ મામલે TDB અને અન્ય લાગતાવળગતા સત્તાવાળાઓ પાસેથી જવાબ માગ્યો હતો. કોર્ટે TDB પાસેથી તેના સંચાલન હેઠળ આવતા બાકીના એદથવલમ સહિત તમામ મંદિરોમાં લગાવવામાં આવેલા ફ્લેક્સ બોર્ડ વિશે માહિતી માંગી હતી