નેશનલ

કેરળ હાઇ કોર્ટે કહ્યું કે એ બંનેને સાથે રહેવા દો…

કેરળની હાઈ કોર્ટેમાં એક એવો કિસ્સો આવ્યો જે જાણીને થાય કે પ્રેમ ખરેખર અમર છે. 80 વર્ષની મહિલાને તેના 92 વર્ષના માનસિક રીતે અસ્વસ્થ પતિ સાથે રહેવાની મંજૂરી આપતા કેરળ હાઇ કોર્ટે કહ્યું કે તે બંને ને જ્યાં પણ રહેવું હોય ત્યાં સાથે રહેવા દો, તેમનો ઘણો સારો સમય એકબીજા સાથે પસાર કર્યો છે. 80 વર્ષની પત્નીએ કોર્ટમાં અરજી કરીને પતિને પોતાની સાથે રાખવાની માંગ કરી હતી.

ઘટના કંઇક એમ હતી કે એક વૃદ્ધ કપલ પોતાના જૂના એટલે કે પૈતૃક ઘરમાં રહેતું હતું પરંતુ તેમનો દિકરો તેમને પોતાની સાથે નવા ઘરમાં લઈ આવ્યો જ્યાં તેના માનસિક અસ્વસ્થ પિતાની તબીયત વધારે ખરાબ થવા લાગી આથી તેની માતાએ તેના પિતા સાથે જૂના ઘરમાં રહેવા જવાના માંગ કરી પરંતુ દિકરો કોઇ પણ રીતે તૈયાર ના થતા 80 વર્ષના વયો વૃદ્ધ માતાએ કેરળ હાઇ કોર્ટમાં એક અરજી કરી કે મને અને મારા પતિને અમારા જૂના ઘરમાં રહેવા દેવામાં આવે. જેની પર આજે કોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે તેમને જ્યાં પણ રહેવું હો. ત્યાં સાથે રહેવા દો.

હાઈ કોર્ટ સમક્ષ હાજર થયેલા દંપતીના પુત્રએ દલીલ કરી હતી કે તેની માતા, જે પોતે ખૂબ જ વૃદ્ધ છે, તેમજ તેના પિતા માનસિક રીતે બીમાર હોવા ઉપરાંત અનેક બીમારીઓથી પીડિત છે. ત્યારે એકલા હાથે તેમની સંભાળ રાખવી શક્ય નથી. તેમજ પડોશીઓના કારણે તે પોતાના પૈતૃક મકાનમાં રહેવાની સ્થિતિમાં નથી.

જસ્ટિસ દેવન રામચંદ્રનની સિંગલ બેન્ચે આ કેસની સુનાવણી કરી અને પુત્રને નિર્દેશ આપતા કહ્યું કે, તમને તેને કસ્ટડીમાં રાખવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે મેન્ટેનન્સ એપેલેટ ટ્રિબ્યુનલના આદેશને પડકારતી દંપતીના પુત્રની રિટ પિટિશનને પણ ફગાવી દીધી હતી. આ અરજીમાં બંને યુગલોને તેમના પુત્રના ઘરે રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો પરંતુ દંપતી તેમના પૈતૃક ઘરમાં રહેવા માંગે છે.

કેરળ હાઈકોર્ટે સમગ્ર મામલાની સુનાવણી કર્યા બાદ કહ્યું હતું કે માનસિક રીતે અસ્વસ્થ હોવા જો વરિષ્ઠ નાગરિકને તેની પત્ની સાથે વધુ શાંતિ મળે છે તો તેણે ત્યાં જ રહેવું જોઈએ. બંનેની એકબીજા સાથે ઘણી યાદો છે, બંનેએ એકબીજા સાથે સારો સમય વિતાવ્યો છે. તેથી તેઓને તેમના પોતાના જૂના ઘરમાં સાથે રહેતા અટકાવી શકાય નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button