નેશનલ

ભારતમાં પ્રથમવાર: ટ્રાન્સજેન્ડર દંપતીના બાળકને મળશે જેન્ડર ન્યુટ્રલ બર્થ સર્ટિફિકેટ, કેરળ હાઈકોર્ટનો મોટો નિર્ણય…

કોચી: કેરળ હાઈકોર્ટ(Keral High Court)એ આજે સોમવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે એક ટ્રાન્સજેન્ડર દંપતીના બાળક માટે જેન્ડર-ન્યુટ્રલ બર્થ સર્ટીફીકેટ(Gender Neutral Certificate) આપવા વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો.

કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું કે બર્થ સર્ટીફીકેટમાં ‘માતા’ અથવા ‘પિતા’ ને બદલે માત્ર ‘પેરેન્ટ’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે. જસ્ટિસ ઝિયાદ રહેમાન એ એ (Justice Ziyad Rahman A A) એ એક ટ્રાન્સ મેન જહાદ (Zahad) અને ટ્રાન્સ વુમન જિયા પવલ(Ziya Paval) દ્વારા દાખલ કરાયેલી અરજી પર આ આદેશ આપ્યો હતો.

અરજી પર સુનાવણી કરતા કોર્ટે કોઝિકોડ કોર્પોરેશનને ફોર્મ V માં જન્મ પ્રમાણપત્ર તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. પિતા અને માતાના નામ માટે અલગ-અલગ કોલમ કાઢી નાખીને અરજદાર એક અને અરજદારો બેના નામ, તેમની લિંગનો ઉલ્લેખ કર્યા વિના ‘પેરેન્ટ’તરીકે દાખલ કરવા. બાળકના જન્મ પ્રમાણપત્રમાં લિંગનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં.

ટ્રાન્સ કપલે લગાવ્યો આવો આરોપ:
તેમની અરજીમાં, ટ્રાન્સ કપલે આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક અધિકારીઓએ તેમના બાળકના બર્થ સર્ટીફીકેટમાં સુધારો કરવાનો ઇનકાર કર્યો હતો. કોઝિકોડ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલ જન્મ પ્રમાણપત્રમાં જહાદને પિતા (ટ્રાન્સજેન્ડર) અને જીયાને માતા (ટ્રાન્સજેન્ડર) તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. દંપતીએ 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ કોઝિકોડની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હતો, જેને ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ માનવામાં આવે છે.

જહાદ અને ઝિયા કોણ છે?
ઝિયાદ અને ઝિયા એક ટ્રાન્સજેન્ડર કપલ છે. જહાદ એક ટ્રાન્સ મેન છે (જન્મથી સ્ત્રી પણ પુરુષ ઓળખ અપનાવી). જિયા એક ટ્રાન્સ વુમન છે (જન્મથી પુરુષ છે પણ સ્ત્રી તરીકે ઓળખ અપનાવી). શરૂઆતમાં બંનેએ બાળકને દત્તક લેવાનું વિચાર્યું હતું, પરંતુ કાયદાકીય પ્રક્રિયાની જટિલતાને કારણે, તેઓએ બાયોલોજીકલ બાળક કરવાનું નક્કી કર્યું હતું. જહાદે તેની હોર્મોન થેરાપી (પુરુષ બનવાની પ્રક્રિયા) બંધ કરી દીધી અને ગર્ભધારણ કર્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button