
નવી દિલ્હી : કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને (Kerala Governor Arif Mohammad Khan) બુધવારે રામ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન શ્રી રામને નમન કર્યા હતા. કેરળ રાજભવને ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે રાજ્યપાલે રામ મંદિરની મુલાકાત લીધી અને ભગવાન રામલલાની પ્રતિમાના દર્શન કર્યા.
મીડિયા સાથે વાત કરતા રાજ્યપાલ આરિફ મોહમ્મદે કહ્યું, “હું જાન્યુઆરીમાં બે વાર અયોધ્યા આવ્યો હતો. એ વખતે જે લાગણી અનુભવાતી હતી એ જ લાગણી આજે પણ અનુભવાય છે. હું ઘણી વખત અયોધ્યા આવ્યો છું. અયોધ્યા અને શ્રી રામની આરાધના એ આપણા માટે ખુશીની વાત નથી પણ ગર્વની વાત છે. અહીં આવવું અમારા માટે ગર્વની વાત છે.”
કેરળના રાજ્યપાલ દ્વારા તેમના ટ્વીટર હેન્ડલ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં લોકો જયશ્રી રામના નારા લગાવતા દેખાઈ રહ્યા છે.