નેશનલ
બેડરૂમમાં લટકતી મળી પ્રખ્યાત ફૂડ વ્લોગરની ડેડ બોડી, પોલીસે શંકાસ્પદ મૃત્યુની તપાસ શરૂ કરી
થિરુવનંથપુરમઃકેરળના પ્રખ્યાત ફૂડ વ્લોગર રાહુલ એન કુટ્ટીએ શુક્રવારે કથિત રીતે આત્મહત્યા કરી હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, 33 વર્ષીય વ્લોગર તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
કોચી પોલીસે જણાવ્યું હતું કે તેના માતા-પિતા અને મિત્રોએ તેને તેના બેડરૂમમાં લટકતો જોયો હતો, જેના પછી તેનો પરિવાર તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃતજાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે તેમને હોસ્પિટલમાંથી માહિતી મળી હતી. રાહુલ એન કુટ્ટીની આત્મહત્યાનું કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી.
દરમિયાન પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધી કથિત આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુટ્ટીના પરિવારમાં તેની પત્ની અને બે વર્ષનો પુત્ર છે. નોંધનીય છે કે રાહુલના ‘Eat Kochi Eat’ પેજના 4.21 લાખથી વધુ ફોલોઅર્સ છે.