કેરળમાં કોવિડના 300 નવા કેસ નોંધાયા, દેશમાં સક્રિય કેસની સંખ્યા 2669 પર પહોંચી….

કેરળ: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરળમાં કોવિડ-19ના 300 નવા કેસ નોંધાયા છે. તેમજ કોવિડના કારણે 3 લોકોના મોત થયા હતા. ત્યારે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા વધીને 2669 થઈ ગઈ છે. દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ કોવિડના કેસ નોંધાયા છે. કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર લોકોને ચિંતા વધારી દીધી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 358 નવા કેસ નોંધાયા છે. કેરળમાં 300 નવા કેસો ઉપરાંત કર્ણાટકમાં 13, તામિલનાડુમાં 12, ગુજરાતમાં 11, મહારાષ્ટ્રમાં 10, તેલંગાણામાં 5, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પુડુચેરીમાં 2 કેસ, આંધ્રપ્રદેશ, આસામ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં એક-એક કેસ નોંધાયો છે. ત્યારે પંજાબમાં એક અને કર્ણાટકમાં બે વ્યક્તિનું મોત થયું છે. આ રીતે છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે છ લોકોના મૃત્યુ થયા છે.
દેશમાં મોટાભાગના કેસ કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ JN.1ના જ જોવા મળ્યા છે. બુધવારે પણ સબ-વેરિયન્ટના 21 નવા કેસ નોંધાયા હતા, વધતા કેસ જોઇને નિષ્ણાતોએ વાઇરસથી બચવા માટે સાવચેતીનાં પગલાંનું પાલન કરવા જણાવ્યું છે. જો કે નવા વોરિઅન્ટને લઇને લોકોમાં ડરનો માહોલ છે. પરંતુ જો માસ્ક પહેરવામાં આવે અને થોડું ધ્યાન રાખવામાં આવે તો નવા વોરિઅન્ટથી બચી શકાય છે.
આ ઉપરાંત હોસ્પિટલ અથવા ભીડવાળા સ્થળોએથી પાછા ફરતી વખતે સેનિટાઈઝરનો ઉપયોગ કરો. તમારી સાથે સેનિટાઈઝર રાખવાનો પ્રયાસ કરો, જેથી હાથ સતત સાફ થઈ શકે. પરંતુ આ વખતે રસીકરણ થયું હોવાના કારણે સરકાર તેમજ લોકોમાં ઘણી રાહત જોવા મળી રહી છે.