નેશનલ

વાયનાડમાં ‘મર્ફી’ અને ‘માયા’ હીરો સાબિત થયા, 10 મૃતદેહો શોધી કાઢ્યા

વાયનાડ: કેરલના વાયનાડમાં થયેલા ભયંકર ભૂસ્ખલન(Waynad Landslide)માં મૃત્યુઆંક 350ને વટાવી ગયો છે, હજુ પણ સખ્યાબંધ લોકો કાટમાળ નીચે દટાયેલા છે. દરમિયાન રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે અનેક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધ માટે ‘મર્ફી’ અને ‘માયા’ હીરો જેવું કામ કરી રહ્યા છે.

‘મર્ફી’ અને ‘માયા’ કેરળ પોલીસના K9 સ્ક્વોડના બે સ્નિફર ડોગ (Sniffer dog) છે. કાદવમાં દટાયેલા લોકોને શોધવામાં મુશ્કેલીઓ પડી રહી છે, NDRF અને SDRF ટીમો કાદવમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. એવામાં ‘મર્ફી’ અને ‘માયા’ તેમની પ્રતિભા દેખાડી દટાયેલા લોકોને શોધવા મદદ કરી રહ્યા છે, બંનેએ 10 જેટલા મૃતદેહો શોધી કાઢ્યા છે.

આ પણ વાંચો : Wayanad landslides: વાયનાડમાં 300 લોકો હજુ પણ લાપતા, આશા-નિરાશા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન

કેરળ પોલીસ ઉપરાંત સેનાએ પણ ગુમ થયેલા લોકોને શોધવામાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. એક તરફ સૈનિકો જાતે જ કાદવમાં ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે, તો બીજી તરફ સેનાના રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોર્પ્સ (RVC)ના ત્રણ સ્નિફર લેબ્રાડોર સ્થળ પર સખત મહેનત કરી રહ્યા છે.

આ બધાની વચ્ચે, કેરળ સરકારની વિનંતી પર, બચાવ કાર્ય માટે વાયનાડમાં ઘટના સ્થળ પર અદ્યતન રડાર ઉપકરણો પણ તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં એક જવાર રડાર અને ચાર રિકો રડારનો સમાવેશ થાય છે. રડારની મદદથી ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ઝડપી કરવામાં આવશે. અહીં, સશસ્ત્ર દળોની નિષ્ણાત ટીમો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને રાજ્ય કટોકટી કર્મચારીઓ બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button