નેશનલ

કેજરીવાલની કસ્ટડી પહેલી એપ્રિલ સુધી લંબાવાઈ

કેજરીવાલની મુસીબત વધી: એક્સાઈઝ પોલિસી સંબંધિત મનીલૉન્ડરિંગ કેસની ગુરુવારે થયેલી સુનાવણી બાદ રૉઝ એવેન્યુ કોર્ટમાંથી બહાર જઈ રહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને ‘આપ’ના સંયોજક અરવિંદ કેજરીવાલ. (એજન્સી)

નવી દિલ્હી: એક્સાઈઝ પોલિસી કેસને મામલે દિલ્હી કોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ઈડી કસ્ટડી ગુરુવારે પહેલી એપ્રિલ સુધી લંબાવી હતી. ઈડીએ કેજરીવાલની સાત દિવસની કસ્ટડીની માગણી કરી હતી, પરંતુ કોર્ટે કેજરીવાલને પહેલી એપ્રિલે સવારે ૧૧:૦૦ વાગ્યે કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું.

કેજરીવાલની કસ્ટડી ગુરુવારે પુરી થવાની હોવા વચ્ચે ઈડીએ તેમને રૉઝ ઍવેન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા સમક્ષ ઉપસ્થિત કર્યા હતા.

ઈડીએ નવેસરથી દાખલ કરેલી રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન પાંચ દિવસ કેજરીવાલના નિવેદન નોંધવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ઉડાઉ જવાબ આપ્યા હતા. કેજરીવાલના રિમાન્ડ દરમિયાન અન્ય ત્રણ વ્યક્તિના નિવેદન પણ નોંધવામાં આવ્યા હોવાનું ઈડીએ કહ્યું હતું.

દરમિયાન, સુનાવણી દરમિયાન કેજરીવાલે
કોર્ટમાં કહ્યું હતું કે દેશ સમક્ષ ‘આપ’ ભ્રષ્ટ હોવાની ધુંધળી છબી ઊભી કરવામાં આવી રહી છે.

હું ઈડીની તપાસનો સામનો કરવા તૈયાર છું, એમ તેમણે કહ્યું હતું.

એક્સાઈઝ પોલિસી સંબંધિત મનીલૉન્ડરિંગ કેસને મામલે ઈડીએ ૨૧ માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ કોર્ટે તેમને ૨૮ માર્ચ સુધીને ઈડી કસ્ટડી આપી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button