નેશનલ

તિહાર જેલમાં સરેંડર કરશે કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે તિહાર જેલમાં આત્મસમર્પણ કરશે. ED જિલ્હી સરકારની દારૂ નીતિના કથિત કૌભાંડની તપાસ કરી રહી છે. આ કેસમાં કેજરીવાલ આરોપી છએ. તેમની પૂછપરછ કરવા માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર માટે અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા હતા. તેમના જામીન બીજી જૂન એટલે કે આજે સમાપ્ત થઇ રહ્યા છે. તેઓ તિહાર જેલમાં આત્મસમર્પણ કરશે.


તિહાર જેલમાં આત્મસમર્પણ કરતા પહેલા કેજરીવાલ પત્ની સુનિતા અને આમ આદમી પાર્ટીના અન્ય સભ્યો સાથે રાજઘાટ પર પહોંચ્યા હતા. તેમણે બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલા હનુમાન મંદિરમાં જઇને પ્રાર્થના પણ કરી હતી. ત્યાર બાદ તેઓ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમની સાથે આતિશી મારલેના, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત અને અન્ય નેતાઓ પણ હતા.

લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. આ જામીન મુદત બીજી જૂન એટલે કે આજે પૂરી થાય છે.

તમને દિલ્હી એક્સાઇઝ પોલિસ સ્કેમ વિશે પણ જણાવી દઇએ. દિલ્હી સરકારે નવી દારૂ નીતિ બનાવી હતી, જે અંતર્ગત ખાનગી દુકાનોના લાયસન્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે દારૂના વેપારીઓને ફાયદો કરાવવા માટે દારૂ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા હતા,જેના બદલામાં આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા મળ્યા હતા. આ કેસમાં EDએ મનીષ સિસોદિયા અને સંજયસિંહ સહિત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓની ધરપકડ કરી હતી. કેજરીવાલ આ કેસમાં ધરપકડ થનારા 16મા વ્યક્તિ હતા. EDએ આ કેસમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલને પણ આરોપી બનાવ્યા છે. જોકે, આમ આદમી પાર્ટી અને કેજરીવાલે સવાલ કર્યો છે કે કૌભાંડ થયું છે તો પૈસા ક્યાં છે. સેંકડો જગ્યાએ દરોડા પાડવા છતાં પૈસા કેમ નથી મળતા? આ ઉપરાંત જેલમાં હોવા છતાં પણ મુખ્યમંત્રી પદની ખુરશી છોડતા નહીં હોવાથી પણ કેજરીવાલની ઘણી ટીકાઓ થઇ રહી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker