USA Elections 2024: કેજરીવાલની ‘ફ્રી રેવડી’ પહોંચી અમેરિકા, ટ્રમ્પનો વીડિયો કર્યો શેર

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા થોડા સમયથી ચૂંટણીના સમયે રાજકીય પક્ષો તરફથી ફ્રી અને લોભામણી જાહેરાતો કરવામાં આવી છે. આ ફ્રીની રેવડીને લઈ બબાલ થતી રહે છે. દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની આ મામલે ઘણી આલોચના થઈ છે. જોકે, અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે ફ્રી રેવડી હવે અમેરિકા સુધી પહોંચી ગઈ છે. પોતાના દાવા સાથે અરવિંદ કેજરીવાલે અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો પણ શેર કર્યો છે.
| Read More: હુમલા બાદ Donald Trumpનો પ્રથમ ઇંટરવ્યૂ કહ્યું ‘મારે મરી જવું જોઈતું હતું….’
શું છે આ વીડિયોમાં
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, ચૂંટણી જીત્યા બાદ અમેરિકામાં વીજળી બિલ ઓછું કરીને લગભગ અડધું કરી દેશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરતાં તેમનો વીડિયો પણ શેર કર્યો છે.
કેજરીવાલે શું કહ્યું
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વીજળી બિલ અડધું કરવાના એલાનનો વીડિયો એક્સ પર રિપોસ્ટ કર્યો છે. કેજરીવાલે આગળ લખ્યું, ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ વીજળી બિલ અડધું કરી દેશે. ફ્રી રેવડી અમેરિકા પહોંચી ગઈ.
| Read More: Arvind Kejriwal એ સૌરભ ભારદ્વાજનું નામ લઇ ભાજપ પર કર્યા પ્રહાર, એક્ઝિટ પોલ પર પ્રતિક્રિયા આપી
અમેરિકામાં ક્યારે છે ચૂંટણી
અમેરિકામાં આગામી 5 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ થશે. રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટી તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં છે. ટ્રમ્પે જાહેરાત કરી કે, 12 મહિનામાં તેઓ ઉર્જા અને વીજળી બિલ અડધું કરી દેશે. તેઓ અમેરિકાની વીજળી ક્ષમતા ઝડપથી બમણી કરી દેશે.