Arvind Kejriwal નો RSS વડા મોહન ભાગવતને પત્ર, પૂછ્યા આ સવાલો
નવી દિલ્હી : દિલ્હીમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં છે. તેમાં પણ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. તેમજ અનેક ચૂંટણી લક્ષી જાહેરાતો કરી રહ્યા છે.ત્યારે હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને પત્ર લખ્યો છે. મોહન ભાગવતને લખેલા પત્રમાં અરવિંદ કેજરીવાલે તેમને અનેક સવાલ પૂછ્યા છે. અરવિંદ કેજરીવાલે મોહન ભાગવતને પત્ર લખીને પૂછ્યું કે, ભાજપે ભૂતકાળમાં જે પણ ખોટું કર્યું છે. શું આરએસએસ સમર્થન કરે છે? ભાજપના નેતાઓ ખુલ્લેઆમ પૈસા વહેંચી રહ્યા છે, શું આરએસએસ વોટ ખરીદવાનું સમર્થન કરે છે? દલિત અને પૂર્વાંચલના મતો મોટા નાબૂદ કરવામાં આવી રહ્યા છે. શું આરએસએસને નથી લાગતું કે ભાજપ લોકતંત્રને નબળું પાડી રહ્યું છે?
ભાજપના લોકો મને ગાળો આપી રહ્યા છે આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે એક્સ પર લખ્યું છે, કે મે જ્યારથી પૂજારી ગ્રંથી સન્માન યોજના જાહેર કરી છે ત્યારથી ભાજપના લોકો મને ગાળો આપી રહ્યા છે. તમારા વીસ રાજ્યોમાં આનો અમલ કરો
મારો તેમને પ્રશ્ન છે – શું મને ગાળો આપવાથી દેશને ફાયદો થશે? 20 રાજ્યોમાં તમારી સરકારો છે. તમે 30 વર્ષથી ગુજરાતમાં સત્તા પર છો. તમે ત્યાંના પૂજારીઓને અત્યાર સુધી શા માટે સન્માન આપ્યું નથી? ચાલો હવે કરી આપો ? હવે મેં બધાને રસ્તો બતાવ્યો છે. મને ગાળો આપવાને બદલે તમે તમારા વીસ રાજ્યોમાં આનો અમલ કરો, તો બધાને ફાયદો થશે? શા માટે તમે મને ગાળો આપી રહ્યા છે. આતિશીએ ઉપ રાજ્યપાલ વીકે સક્સેનાને પત્ર લખ્યો હતોઆ પૂર્વે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને મંદિરો અને બૌદ્ધ ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ પર દિલ્હીના મંદિરો અને બૌદ્ધ ધાર્મિક સ્થળોને તોડી પાડવાની સૂચના આપવામાં આવી છે.
Also read: અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી, CBIએ ઉઠાવ્યું મોટું પગલું
મુખ્યમંત્રી આતિશીએ પત્રમાં કહ્યું કે દિલ્હીમાં કોઈ મંદિર કે ધાર્મિક સ્થળને તોડવામાં ન આવે. તેમણે કહ્યું કે દલિત સમુદાયની આસ્થા બૌદ્ધ ધાર્મિક સ્થળો સાથે જોડાયેલી છે. કોઈપણ ધાર્મિક સ્થળને તોડી પાડવાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. તેમણે કહ્યું કે ધાર્મિક સમિતિએ મંદિરને તોડી પાડવાની ફાઈલ મુખ્યમંત્રીને બતાવ્યા વિના ઉપ રાજ્યપાલને મોકલી દીધી છે.