નેશનલ

કેજરીવાલે બહાના બતાવી સમન્સ પર રજૂ ના થયા.એ જ સંકેત આરોપી હોવાનો કોર્ટમાં ED કરી દલીલ

દિલ્લી શરાબ ગોટાળા (Delhi liquor scam) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ ( money-laundering) કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind kejriwal) ની ધરપકડને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આજની સુનાવણી પૂર્ણ થઈ.હવે શુક્રવારે બપોરે 2.30 વાગ્યે વધુ સુનાવણી થશે. કાલે 15 મિનિટ EDઅને 45 મિનિટ કેજરીવાલના વકીલ અભિષેક મનું સિંઘવી દલીલ કરશે.

સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ દલીલમાં કહ્યું કે, 100 કરોડ રૂપિયામાથી EDએ માત્ર બે જ બાબતોની રકમનો હિસાબ આપ્યો છે. આ પર જસ્ટિસ સંજીવ ખન્ના એ વધારાના સોલિસિટર જનરલ (એએસજી) એસ વી રાજૂને પૂછ્યું કે તમે આ રકમ ઘટાડીને 45 કરોડ તો નથી કરી નાંખી ? જેના પ્રત્યુતરમાં એસ વી રાજૂએ કહ્યું કે,’અમે કહ્યું હતું કે 45 કરોડ રૂપિયાની તપાસ કરી લીધી છે.

જસ્ટિસ ખન્ના એ પૂછ્યું કે તમે કહ્યું હતું કે, શરૂઆતી જપ્તી અનિવાર્ય છે.તમે તો પહેલા આ દલીલ આપી હતી.આ પર એએસજી રાજૂએ કહ્યું કે, અમારી દલીલ હતી કે જપ્તી જરૂરી નથી.આ સિવાય પણ આરોપની સાબિતી થઈ શકે છે. જો અમે સાચે જ શરત રેડ્ડી પર દબાણ કર્યું હોત તો તેમણે બિલકુલ અલગ જ નિવેદન આપ્યું હોત. શરત રેડ્ડીએ એટલુ જ કહ્યું કે, તેમણે કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. તેઑ એવું પણ કહી શક્યા હોત કે કેજરીવાલે 100 કરોડ રૂપિયા માંગ્યા હતા. તપાસ એજન્સી પૂર્ણપણે નિષ્પક્ષ છે.અમારી પાસે પૂરતા પૂરાવા છે .એજન્સી કોઈ રાજનીતિથી પ્રેરિત નથી.

જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, કેટલાય લોકો કેટલાય મંત્રીઓના ઘરમાં રહેતા હશે તમે તેમણે એવું ના કહી શકો કે તેઓ અહીં કેમ રહે છે. એપૃઅરના નિવેદનની વિશ્વસનિયતાના માપદંડ અલગ છે તેને સ્વીકારોક્તીનો લાભ મળે છે તેની પુસ્ટિ થવી જોઈએ. એએસજી રાજૂએ કહ્યું કે, કેજરીવાલ ને ગિરફતાર કરાયા ત્યારે મેજિસ્ટ્રેટ એ પણ તથ્યો તપાસ્યા હતા. મેજિસ્ટ્રેટ PMLAની કલમ 19 લાગૂ કરવાથી સંતુસ્ટ છે. જસ્ટિસ ખન્નાએ EDને પૂછ્યું કે, તમારે દલીલ માટે કેટલો સેમી જોઈએ છે ? ED એ 15 મિનિટનો સમય માંગ્યો. તો સિંઘવીએ કહ્યું તેને 45 મિનિટનો સમય જોઈશે,સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શુક્રવારે બપોરે 2.30 વાગ્યે આ કેસની વડુ સુનાવણી કરાશે. સિંઘવીએ કહ્યું અમે કાલે જ અમારી દલીલ આપીશું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button