ટોપ ન્યૂઝનેશનલ

કેજરીવાલને હાઈ કોર્ટ તરફથી રાહત મળી નહીં, ત્રીજી એપ્રિલના સુનાવણી

નવી દિલ્હીઃ લીકર કેસ (Delhi Liquor Policy Case)માં ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના સ્થાપક અરવિંદ કેજરીવાલને આજે પર દિલ્હી હાઈ કોર્ટ (Delhi High Court) તરફથી કોઈ રાહત મળી નહોતી. કોર્ટે કેજરીવાલની ધરપકડ સામે ઈડીને જવાબ આપવા માટે બીજી એપ્રિલ સુધીનો જવાબ આપવાનો સમય આપ્યો છે, જ્યારે આ કેસની હવે ત્રીજી એપ્રિલના સુનાવણી હાથ ધરવામાં આવશે.

કેસની સુનાવણી ત્રીજી એપ્રિલના બુધવારે સવારે સુનાવણી હાથ ધરવમાં આવશે. અરવિંદ કેજરીવાલની ઈડીએ લગભગ બે કલાક પૂછપરછ પછી 21મી માર્ચે તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. દિલ્હી લીકર કેસમાં રાઉઝ એવેન્યુ કોર્ટે 28મી માર્ચ સુધી ઈડીની કસ્ટડી પાઠવી હતી.


આ પણ વાંચો
: અરવિંદ કેજરીવાલની તબિયત લથડી, EDની કસ્ટડીમાં સુગર લેવલ ઘટીને 46 થયું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતીથી ધરપકડ અને કસ્ડટીને પડકારનારી કેજરીવાલની અરજી મુદ્દે કોર્ટે નોટિસ પાઠવીને ઈડી પાસેથી જવાબ માગ્યો છે. આ અરજી સંદર્ભે બીજી એપ્રિલ સુધીમાં જ ઈડીએ જવાબ આપવાનો રહેશે. હવે કોર્ટ ત્રીજી એપ્રિલના સુનાવણી હાથ ધરશે.

ઈડીની કસ્ટડીમાં આજે કેજરીવાલની તબિયત થોડી લથડી હતી. ડાયાબિટિસથી પીડિત કેજરીવાલના સુગર લેવલમાં વધઘટ થઈ હતી. સુગર લેવલ 46 સુધી ઘટી ગયું હતું. ડોક્ટર્સે કહ્યું હતું કે સુગર લેવલ વધુ ઘટી જવાની બાબત ગંભીર છે. આ મુદ્દે કેજરીવાલના પત્નીએ પણ તેમની તબિયત ઝડપથી સુધરી જાય એના માટે લોકોને પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.


આ પણ વાંચો
: Arvind Kejriwal Arrest: જર્મની બાદ USAએ કેજરીવાલ અંગે કરી ટીપ્પણી, ભારત આપશે જવાબ?

લોકસભાની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવ્યા પછી દિલ્હીમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા હતા. કેજરીવાલની ધરપકડ પછી કોંગ્રેસની આગેવાની હેઠળના I.N.D.I.A. ગઠબંધને તેની ટીકા કરી હતી. એટલું જ નહીં, કેજરીવાલની ધરપકડના વિરોધમાં જર્મની સહિત અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button