નેશનલ

Election Special: પાટનગરના પરિણામો પૂર્વે વિપક્ષની ‘ત્રિપુટી’એ ભાજપ માટે બની પડકાર…

નવી દિલ્હીઃ આવતીકાલે દિલ્હી વિધાનસભાના ચૂંટણીના પરિણામો (delhi assembly elections results) જાહેર થશે. આ પહેલાં દિલ્હીના રાજકારણમાં (delhi politics_ ગરમાવો આવ્યો છે. Exit Poll મુજબ દિલ્હીમાં ભાજપ સરકાર બની શકે છે. જોકે આજે એસીબીની (ACB) ટીમ તપાસ માટે આમ આદમી પાર્ટીના (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ, સંજ્ય સિંહ અને મુકેશ અહલાવતના ઘરે પહોંચી ગઈ છે.

Also read : દિલ્હીના પરિણામો પૂર્વે આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધી, ACB કેજરીવાલ અને સંજય સિંહની કરી શકે પૂછપરછ

રાહુલ, અખિલેશ અને કેજરીવાલ થયા એક

આમ આદમી પાર્ટી (આપ)એ ભાજપ દ્વારા તેમના ધારાસભ્યોને ખરીદવાની ઑફર કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ઉપરાજ્યપાલ વીકે સકસેનાએ એસીબીને તપાસનો આદેશ આપ્યો છે. ચૂંટણીના પરિણામો પૂર્વે ત્રણેય વિપક્ષના નેતા અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની ‘ત્રિપુટી’એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે પડકારરુપ બની છે.

મહારાષ્ટ્રનો મુદ્દો ઉઠાવ્યો

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પૂરી થયાને ત્રણ મહિના થઈ ગયા છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને નકલી મતદારો ઉમેરીને ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો.

સમાજવાદી પાર્ટીએ મિલ્કીપુર મુદ્દે કર્યાં સવાલ

ઉત્તર પ્રદેશના મિલ્કીપુપરમાં પેટા ચૂંટણી બાદ સતત સમાજવાદી પાર્ટી ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવી રહી છે. રાહુલ ગાંધીએ આજે શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત અને એનસીપી-એસસીપી સાંસદ સુપ્રિયા સુળે સાથે દિલ્હીમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા હતા.

મહારાષ્ટ્રમાં મતદારો કઈ રીતે વધ્યા?

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકારી આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં પુખ્ત વયની વ્યક્તિની વસ્તી 9.54 કરોડ છે, પરંતુ રાજ્યમાં 9.7 કરોડ મતદારો છે. મહારાષ્ટ્રમાં રાજ્યની કુલ પુખ્ત વયની વસ્તી કરતાં મતદારો કેવી રીતે વધી શકે? લોકસભા ચૂંટણી બાદ પાંચ મહિનામાં મહારાષ્ટ્રમાં 39 લાખ મતદારો ઉમેરાયા હતા. ગત પાંચ વર્ષમાં 32 લાખ મતદારો ઉમેરાયા હતા. ચૂંટણી પંચે રાહુલ ગાંધીનું નામ લીધા વિના અને તેમના આરોપોને ટાંક્યા વિના કહ્યું કે, ચૂંટણી પંચ સંપૂર્ણ તથ્યાત્મક અને પ્રક્રિયાત્મક પ્રક્રિયાનું પાલન કરીને લેખિતમાં જવાબ આપશે, જેને સંપૂર્ણ દેશમાં સમાન રૂપે અપનાવવામાં આવ્યું છે.

Also read : Delhi Assembly election: ભાજપ AAPના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે! કેજરીવાલે બેઠક બોલાવી

પંદર-પંદર કરોડની ઓફરનો પણ લગાવ્યો આરોપ

સૂત્રો મુજબ, કેજરીવાલે એસીબીને તેના વકીલો સાથે વાત કરવા કહ્યું છે. એસીબી એફઆઈઆર પહેલા ફરિયાદી કે જેણે આરોપ લગાવ્યો છે તેનું નિવેદન નોંધવા ઈચ્છે છે. જ્યારે કેજરીવાલ તરફથી તેના ધારાસભ્યોને 15-15 કરોડની ઑફરનો આરોપ લગાવ્યો ત્યારે ભાજપ નેતાએ ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને પત્ર લખી તપાસની માંગ કરી હતી. જે બાદ ઉપરાજ્યપાલે તરત તપાસનો આદેશ આપ્યો હતો. એસબીએ બનાવેલી ત્રણ ટીમો પૈકી એક કેજરીવાલના ઘરે, બીજી ટીમ સંજય સિંહ અને ત્રીજી ટીમ મુકેશ અહલાવતનું નિવેદન નોંધવા પહોંચી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button