નેશનલ

‘સરકાર ઈમાનદારીથી પણ ચાલી શકે છે’ પાર્ટીના સ્થાપના દિવસે કેજરીવાલે કાર્યકરોને સંબોધ્યા

નવી દિલ્હી: આજે 26 નવેમ્બર આમ આદમી પાર્ટી(AAP)નો સ્થાપના દિવસ છે, આ પ્રસંગે પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કાર્યકરોને સંબોધિત કર્યા હતાં. આ દરમિયાન તેમણે AAP સરકારે કરેલા કામો ગણાવ્યા હતાં. તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે અમે દેશભક્તિની ભાવનાથી કામ કરીએ છીએ. અમે દિલ્હીની શાળાઓની દશા બદલી નાખી. ઘણા રાજ્યોએ દિલ્હી મોડલ અપનાવ્યું.

દેશભક્તિની ભાવનાથી કામ:

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, “આપણે દેશભક્તિની ભાવના સાથે કામ કરીએ છીએ. અમે દિલ્હીનો વિકાસ કર્યો છે. આપણામાં કોઈથી ઓછી દેશભક્તિ નથી. હું મારા વિસ્તારમાં રહેતા તમામ સ્વચ્છતા કર્મચારીઓને આવતીકાલે (27 નવેમ્બર 2024) મારા ઘરે ચા માટે બોલાવું છું. અન્ય પક્ષોના નેતાઓ ગરીબ અને નબળા વર્ગના લોકોના ઘરે જાય છે, પરંતુ તેમને પોતાના ઘરે નથી બોલાવતા.”

તેમણે એમ પણ કહ્યું કે આ પછી તમામ AAP વિધાનસભ્યો તેમના વિસ્તારના સ્વચ્છતા કાર્યકરોને તેમના ઘરે ચા માટે બોલાવશે અને તેમની સુખાકારી વિશે વાત કરશે.

12 વર્ષની થઇ AAP:

કેજરીવાલે કહ્યું કે આજે આમ આદમી પાર્ટીએ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 12 વર્ષમાં આપણે જે સૌથી મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે તે એ છે કે આપણે આ દેશને શાસનનું એક મોડેલ આપ્યું છે. અમે બતાવ્યું કે આ રીતે પણ સરકાર ચલાવી શકાય. સરકાર ઈમાનદારીથી પણ ચાલી શકે છે. જો સરકાર ઈમાનદારીથી કામ કરે તો તે ફાયદો થઇ શકે છે. આપણે એક સામાન્ય માણસના પરિવારના સભ્ય બનીને, તેમને તેના જીવનમાં થોડી રાહત આપી. આપણે વીજળીનું બિલ માફ કર્યું, તેમનું પાણીનું બિલ માફ કર્યું, તેમના બાળકોને સારું શિક્ષણ આપ્યું, સારી સારવારની વ્યવસ્થા કરી.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિકાસ:

તેમણે કહ્યું કે આપણે દિલ્હીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નબળું પડવા દીધું નથી. જ્યારે આપણી સરકાર બની ત્યારે 200 કિલોમીટરની મેટ્રો લાઇન હતી, આજે તે 450 કિલોમીટર થઈ ગઈ છે. આપણે 10 હજાર કિલોમીટરના રસ્તા બનાવ્યા. AAPની સરકારના આગમન પહેલા 65 વર્ષમાં દિલ્હીમાં 62 ફ્લાયઓવર બનાવવામાં આવ્યા હતા. અમે 9 વર્ષમાં 38 નવા ફ્લાયઓવર બનાવ્યા. અમે ઘણી જગ્યાએ ગટર બનાવી છે, દિલ્હીમાં સૌથી વધુ સીસીટીવી કેમેરા છે. એક તરફ અમે સામાન્ય માણસના જીવનમાં સગવડ આપી અને બીજી તરફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું. આ સિવાય દિલ્હીને નુકસાન થવા દીધું ન હતું. જે લોકો મફતમાં અમને ગાળો આપતા હતા, આજે એ જ લોકો તેમના વિશે બોલવા લાગ્યા છે.

Also Read – આજે છે ભારતનો બંધારણ દિવસ, જાણો તેનો ઈતિહાસ, મહત્વ અને તેનાથી સંબંધિત મહત્વની બાબતો

ભાજપ પર પ્રહાર:

કોઈનું પણ નામ લીધા વિના અરવિંદ કેજરીવાલે કહ્યું કે દર 6 મહિને તેઓ આમ આદમી પાર્ટીને શ્રદ્ધાંજલિ આપે છે. કહે છે કે આ પાર્ટી પૂરી થઈ ગઈ છે. તેઓએ AAPના તમામ મોટા નેતાઓને જેલમાં ધકેલી દીધા અને કહ્યું કે હવે તમે વિખૂટા પડી ગયા છો, પણ જુઓ, અમે હજી અહીં જ છીએ. આજે તેમના નેતાઓ કેટલીક ઝૂંપડપટ્ટીમાં એવી રીતે જાય છે જે રીતે લોકો રજા લઈને ગોવા જાઓ છો. તેવી જ રીતે આજે આ લોકો સ્લમ ટુરિઝમ કરશે.

હું ઈન્કમટેક્સ કમિશનર હતો, નોકરી છોડીને 2010 સુધી દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. જો તમારામાં હિંમત હોય તો 2-3 મહિના રહેવાનો પ્રયાસ કરો. હું ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને કહેવા માંગુ છું કે આજે આવનારા લોકોથી સાવચેત રહે. આજે જે લોકો રહેવા આવશે તે જ લોકો એક વર્ષ પછી ઝુંપડા તોડવા આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button