અરવિંદ કેજરીવાલે 'Hemant Soren'ને દિલ્હીથી ભાગવામાં મદદ કરી, ભાજપનો મોટો દાવો | મુંબઈ સમાચાર

અરવિંદ કેજરીવાલે ‘Hemant Soren’ને દિલ્હીથી ભાગવામાં મદદ કરી, ભાજપનો મોટો દાવો

નવી દિલ્હી: ભાજપના નેતા નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને દિલ્હીથી રાંચી ભાગવામાં મદદ કરી હતી, તેમણે બંને નેતાઓને ચોર કહ્યા હતા. સોમવારે ED અધિકારીઓ જમીન છેતરપિંડીના કેસમાં પૂછપરછ માટે હેમત સોરેનના દિલ્હી નિવાસસ્થાને પહોંચ્યા હતા, પરંતુ સોરેન ત્યાં હજાર ન હતા, 30 કલાક સુધી તેમના કોઈ સમાચાર મળ્યા ન હતા.

નિશિકાંત દુબેએ X પર એક પોસ્ટમાં લખ્યું, ‘માહિતી અનુસાર, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને દિલ્હીથી રાંચી ભાગી જવામાં મદદ કરી હતી. આ સહકાર વારાણસી સુધી વિસ્તર્યો, ત્યારબાદ રાંચીના પ્રધાન મિથલેશ ઠાકુરે તેમને (હેમંત સોરેન)ને રાંચી લઈ જવા માટે મદદ કરી.


ચોર ચોર માસીયાઈ ભાઈ.’ દિલ્હીમાં દેખાયા બાદ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન મંગળવારે રાજ્યની રાજધાની રાંચીમાં દેખાયા હતા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સૂત્રોએ જણાવ્યું કે તેમને 30 કલાકથી વધુ સમય સુધી શોધી શક્યા ન હતા. તપાસ એજન્સીએ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોરેનને તેની સમક્ષ હાજર થવા જણાવ્યું છે.

મંગળવારે સોરેને ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના વિધાનસભ્યો અને પ્રધાનો સાથે બંધ બારણે બેઠકની કરી હતી. આ દરમિયાન સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતી કે જો હેમંત સોરેન ધરપકડ કરવામાં આવે તો કલ્પના સોરેન સરકારની બાગડોર સંભાળી શકે છે.

સંબંધિત લેખો

Back to top button