આપણું ગુજરાતનેશનલ

ટ્રેન કરતા નાનું પ્લેટફોર્મ રાખવું રેલવેનું મોંઘુ પડ્યું

ચેન્નાઈ: ચેન્નાઈના એક 62 વર્ષીય વ્યક્તિને ભારતીય રેલવેમાં કેટલીક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ઘટના કંઇક એવી બની હતી કે 62 વર્ષીય વૃદ્ધ એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને તે ટ્રેન એટલી લાંબી હતી કે તેમનો ડબ્બો પ્લેટફોર્મ સુધી પહોંચી શક્યો જ નહોતો. અને તેના કારણે તેમને ટ્રેનમાંથી કૂદકો મારવો પડ્યો હતો જેના કારણે તેમને ઘણી ઈજાઓ થઈ હતી. આ અંગે તેમણે રેલવેને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. આથી તેમણે કન્ઝ્યુમર કોર્ટે રેલવેને એવો પાઠ ભણાવ્યો છે કે તેઓ જીવનભર યાદ રાખશે.

કે.વી. રમેશે નામના આ વૃદ્ધે જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા રમેશ 5 ડિસેમ્બર, 2021 ના ​​રોજ ચેન્નાઈથી ટ્રેનમાં તેઓ ગુજરાતના અંકલેશ્વર સ્ટેશન પર નવજીન એક્સપ્રેસ ટ્રેનમાં જઈ રહ્યા હતા. તેમણે અંકલેશ્વરમાં એક કોર્ટમાં હાજરી આપવાની હતી. પરંતુ જ્યારે તેમની ટ્રેન સ્ટેશન પર પહોંચી તો તેમણે જોયું કે તેમનો ડબ્બો પ્લેટફોર્મ પર આવ્યો નહોતો આવ્યો અને ટ્રેન માત્ર બે મિનિટ જ રોકાવાની હોવાથી તેમને સામાન સાથે કૂદકો મારવો પડ્યો અને તેમને ઘણી ઈજાઓ પણ થઈ. આ ઘટના બાદ તરત જ તેમણે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જો કે તેમને સંતોષ ના થતા ચેન્નાઈ પરત ફર્યા બાદ, તેમણે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ, ચેન્નાઈમાં કેસ દાખલ કર્યો.

જેમાં તેમણે જણાવ્યું કે હું કોર્ટ કેસ માટે સમયસર પહોંચી શક્યો નહીં કારણ કે સ્ટેશન માસ્તર ફરિયાદ બુક આપવા તૈયાર ન હતા, ત્યારબાદ તેમણે તેમની ઓનલાઈન ખરીદેલી ટિકિટ અને પ્લેટફોર્મ પરથી ખરીદેલા પુસ્તકોની મદદથી પોતાની જાતે જ કેસ લડ્યા. તેમને કહ્યું હતું કે રેલવે અધિનિયમ મુજબ જે સ્ટેશનો પર પ્લેટફોર્મ નાનું હોય અથવા કોચની સંખ્યા વધારવામાં આવી હોય, ત્યાં રેલવે વિભાગે મુસાફરોને નીચે ઉતારવા માટે રેતીની થેલીઓ મૂકવાની હોય છે કે પછી મુસાફર આરામથી ઉતરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ. કન્ઝ્યુમર કોર્ટે રેલવેને ફરિયાદીને તેને થયેલા નુકશાન બદલ ₹25,000 અને ₹5,000નો દંડ ચૂકવવા જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button