આપણું ગુજરાતઆમચી મુંબઈનેશનલ

આજે મીણબત્તી, ટોર્ચ હાથવગી રાખજો, કારણ કે…

મુંબઈ: હેડિંગ વાંચીને ગુંચવાઈ ગયા ને? કે આખરે અમે આવું કેમ કહી રહ્યા છીએ? ચાલો તમારી આ મુંઝવણનો ઉકેલ લાવી દઈએ અને તમને જણાવીએ આ પાછળનું કારણ…

વાત જાણે એમ છે કે દુનિયાભરમાં 23મી માર્ચ 2024ના એટલે કે આજે રાતના 8.30થી 9.30 વાગ્યા સુધી એક કલાક માટે Earth Hourની ઉજવણી કરવામાં આવશે અને તમારી જાણ માટે કે આ એક ગ્લોબલ મૂવમેન્ટ છે. જેના અંતર્ગત લોકો એક કલાક સુધી લાઇટ્સ બંધ રાખીને ઊર્જા બચાવવાનો સંકલ્પ કરે છે.

આ પણ વાંચો…
Important News Alert: State Bank Of Indiaમાં છે તમારું Account? તો પહેલાં આ વાંચી લો…

વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર સંસ્થા દ્વારા દર વર્ષે દુનિયામાં આ Earth Hourનું આયોજન કરવામાં આવે છે અને આ અયોજન હેઠળ દુનિયાભરમાં કરોડો લોકો એક કલાક માટે ઘરની, દુકાનની, બિલ્ડિંગ વગેરેમાં લાઇટ્સ ઓફ રાખે છે અને એને કારણે જ આ સમયને Earth Hour તરીકે ઓળખવામાં આવે છે.

આ Earth Hourની શરુઆત 2007માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં કરવામાં આવી હતી અને બસ ત્યારથી જ આ ટ્રેન્ડ દુનિયાભરમાં એક લોકપ્રિય ચળવળ બની ગયું છે. 2023માં 188 દેશોના 190 મિલિયનથી વધુ લોકોએ Earth Hourમાં ભાગ લીધો હતો અને આ વખતે પણ આ તમામ દેશો હોંશેહોંશે આ અભિયાનમાં ભાગ લેશે, એવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…
આવતીકાલે Holi Celebration માટે બહાર નીકળવાના છો??? જો જો રેલવે રંગમાં ભંગ ન પાડે…

આજે શનિવારના રાતના 8.30 વાગ્યાથી 9.30 વાગ્યા દરમિયાન ઘર, દુકાન અને ઓફિસમાં લાઈટ બંધ રાખીને મીણબત્તી, દીવડા કે સૌર ઊર્જાથી ચાલતા લેમ્પનો ઉપયોગ કરવાની અપીલ પણ સોશિયલ મીડિયા પર #EarthHour ટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે.આ સિવાય લોકોએ વધુમાં વધુ ઝાડ લગાવવાનો સંકલ્પ અપન કરવો જોઈએ.

Earth Hour એ એક નાનકડી જુંબેશ લાગે છે પણ એનાથી અઢળક ફાયદા થાય છે. આ જુંબેશ આપણને ઊર્જા બચાવવા, ગ્લોબલ વોર્મિંગ સામે લડવા અને પૃથ્વીને એક ગ્રહ બનાવવા માટેની પ્રેરણા પણ આપે છે. આ દિવસની ઉજવણી કરીને દુનિયાભરના લોકોને દરરોજ પ્રકૃતિને થઈ રહેલાં નુકસાન પ્રત્યે જાગૃત કરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?