કેદારનાથ યાત્રા 15 ઓગસ્ટ સુધી સ્થગિત, શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકાયા...

કેદારનાથ યાત્રા 15 ઓગસ્ટ સુધી સ્થગિત, શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકાયા…

ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદના પગલે કેદારનાથ યાત્રાને આગામી 15 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે વહીવટીતંત્રએ કેદારનાથ યાત્રાને
12 થી 15 ઓગસ્ટ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

જયારે આ દરમિયાન કેદારનાથ જઈ રહેલા શ્રદ્ધાળુઓ અને પોલીસ વચ્ચે વિવાદ થયો હતો. જેમાં પોલીસે આ શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા છે.

શ્રદ્ધાળુઓ સોનપ્રયાગ પહોંચ્યા હતા
આ અંગે વહીવટીતંત્રએ કેદારનાથ યાત્રા રદ કરવા અંગે આદેશ જાહેર કર્યો હતો. ત્યારે અનેક શ્રદ્ધાળુઓ સોનપ્રયાગ પહોંચ્યા હતા. ત્યારે વહીવટીતંત્રએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમની વચ્ચે થોડી બોલા
ચાલી થઈ હતી.

જયારે પોલીસે મુકેલી આડસને લોકોને ખસેડી દીધા હતાં. તેમજ કેદારનાથ દર્શન કરવા જવા માંગ કરી હતી. જોકે, વહીવટીતંત્રએ ભારે વરસાદની આગાહીના પગલે શ્રદ્ધાળુઓને આગળ વધવાથી રોકયા હતાં.

પોલીસ અને શ્રદ્ધાળુઓ વચ્ચે સામન્ય વિવાદ
આ અંગે રુદ્ર પ્રયાગના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, આજે સવારે 100 થી શ્રદ્ધાળુઓ સોનપ્રયાગ પહોંચ્યા હતા. તેમણે સોન પ્રયાગ પોલીસ સાથે વિવાદ કરીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેમને અટકાવ્યા હતાં. આમાં કોઈ પણ અન્ય ઘટના નથી બની.

તેમજ છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેમજ હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ આગામી ત્રણ દિવસ માટે કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.

આ પણ વાંચો…ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી, કેદારનાથ યાત્રા 14 ઓગસ્ટ સુધી સ્થગિત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button