કેદારનાથ ધામ ભક્તો માટે 10 મેના ફરી ખૂલશે
દેહરાદૂન: બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ શુક્રવારે મહાશિવરાત્રીના અવસરે જાહેરાત કરી હતી કે કેદારનાથના દ્વાર 10 મેના રોજ સવારે સાત વાગ્યે ભક્તો માટે ખુલશે. ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં સમિતિના ચેરમેન અજેન્દ્ર અજયે આ જાહેરાત કરી હતી.
દર વર્ષે લાખો લોકો કેદારનાથ ધામની યાત્રાએ જતા હોય છે, પણ શિયાળા દરમિયાન જ્યારે તે બરફથી ઢંકાઇ જાય છે ત્યારે તે બંધ થઈ જાય છે. મહાશિવરાત્રિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવતા અજયે જણાવ્યું હતું કે છેલ્લી યાત્રા સિઝન દરમિયાન કેદારનાથ ધામમાં વિક્રમજનક સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં હજી વધારો થશે. એમણે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીના નેતૃત્વ હેઠળ, રાજ્ય સરકાર અને મંદિર સમિતિ યાત્રાળુઓ માટે વધુ સારી સુવિધાઓ ઊભી કરવા માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ટૂંક સમયમાં જ મંદિર સમિતિની એક ટીમ મંદિરની મુલાકાત લઈને યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે. ફ્રન્ટિયર ડેવલપમેન્ટ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ચંડી પ્રસાદ ભટ્ટ પચગાઈ અને કેદારનાથ ધામના મુખ્ય પૂજારી રાવલ ભીમાશંકર લિંગ ઓમકારેશ્વર મંદિરમાં મહાશિવરાત્રી સમારોહમાં હાજરી આપી હતી. ઉ