નેશનલ

Kedarnathમાં ગેર-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગ, ધારાસભ્યએ કરી આ રજૂઆત

નવી દિલ્હી : આંધ્રપ્રદેશના તિરૂપતિ મંદિરમાં ગેર-હિંદુ કર્મચારીઓને દૂર કરવામા આવ્યા છે. તેવા સમયે હવે
કેદારનાથ (Kedarnath) ધામમાં ગેર-હિંદુઓના પ્રવેશ અને પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ તેજ બની છે. કેદારનાથના ભાજપ ધારાસભ્ય આશા નૌટિયાલે આની માગ કરી છે.ધારાસભ્ય આશા નૌટિયાલે કહ્યું કે કેટલાક ગેર-હિંદુ તત્વો ધાર્મિક સ્થળ કેદારનાથ ધામની પવિત્રતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે આ લોકો ત્યાં માંસ, માછલી અને દારૂ પીરસવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. જે ધામની ગરિમાને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે આવા તત્વોને ઓળખવા અને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવવામાં આવી રહી છે.

અધિકારીઓ અને સ્થાનિક લોકો સાથે બેઠક યોજી હતી
ભાજપના ધારાસભ્ય આશા નૌટિયાલે જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્યના પ્રભારી મંત્રી સૌરભ બહુગુણાએ આ વિષય પર અધિકારીઓ અને સ્થાનિક લોકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે ગેર-હિંદુ તત્વો દ્વારા કેદારનાથ ધામને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેથી આવા વ્યક્તિઓની ઓળખ કરવી જોઈએ અને તેમના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ.

ભાજપના નેતાઓ સનસનાટીભર્યા નિવેદનો આપવા ટેવાયેલા : કોંગ્રેસ
ઉત્તરાખંડના ભૂતપૂર્વ સીએમ હરીશ રાવતે કહ્યું કે આ શિવભૂમિ છે, ફક્ત ઉત્તરાખંડમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ભગવાન વિષ્ણુ દ્વારકા અને પુરીમાં હાજર છે. એક બાજુ રામેશ્વરમ છે, તો બીજી બાજુ ઉત્તરાખંડમાં કેદારનાથ-બદ્રીનાથ છે. જ્યાં દરેક નદીના કિનારે એક મંદિર હોય અને દરેક નદીના પટમાં એક શિવ મંદિર હોય છે. ત્યાં તમે કોને પ્રતિબંધિત કરશો. હરીશ રાવતે કહ્યું કે ભાજપના નેતાઓ સનસનાટીભર્યા નિવેદનો આપવા ટેવાયેલા છે.

આ પણ વાંચો…સુનિતા વિલિયમ્સ ‘નાસા’ના સભ્યોને જોઈને નાચી ઊઠ્યા, સેલિબ્રેશનનો વીડિયો વાઈરલ

સરકારમાં છો તો બંધ કરવું જોઈએ
તેમણે કહ્યું કે ધારાસભ્ય આશાજીને લાગ્યું કે હું કેમ પાછળ રહી જાઉં.તેથી તેમણે નિવેદન પણ આપ્યું. હરીશ રાવતે કહ્યું કે હવે દારૂ અને માંસ કેમ આવી રહ્યું છે, જો તમે સરકારમાં છો તો તમારે તેને બંધ કરવું જોઈએ. હું બીજા ધર્મોના લોકોને પણ જાણું છું જેઓ મંદિરો અને પૂજા સ્થળોએ પ્રવેશ કરતી વખતે હંમેશા પહેલા પોતાના જૂતા ઉતારે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button