કેદારનાથમાં ફરી મોટી દુર્ઘટના, ભૂસ્ખલન થતાં બે શ્રદ્ધાળુઓના મોત, ત્રણ ઘાયલ | મુંબઈ સમાચાર

કેદારનાથમાં ફરી મોટી દુર્ઘટના, ભૂસ્ખલન થતાં બે શ્રદ્ધાળુઓના મોત, ત્રણ ઘાયલ

દેહરાદૂન : ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એક મોટી દુર્ઘટના બની છે. કેદારનાથ મંદિર તરફ જતા પગપાળા યાત્રા માર્ગ પર અચાનક ભૂસ્ખલન થયું છે. જેમાં મળતી માહિતી મુજબ અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાઈ ગયા છે. આ દુર્ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કેદારનાથમાં ભૂસ્ખલનને કારણે અકસ્માત

આ દુર્ઘટનાની મળતી માહિતી મુજબ જંગલ ચટ્ટી વિસ્તારમાં પોલ નંબર 153 પાસે બની હતી. જ્યાં 15 જૂને પણ ભૂસ્ખલન થતાં યાત્રા કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી હતી. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

આ પણ વાંચો -‏‏‎ મીમ્સે તંત્રને ભાન કરાવ્યું: 90-ડિગ્રી ટર્ન વાળા ‘ખતરનાક’ ભોપાલ બ્રિજની ડિઝાઈન બદલાશે!

ત્રણ લોકો ઘાયલ

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ 3 લોકો ઘાયલ થયા છે. જેમાંથી એક મહિલાને સામાન્ય ઇજાઓ થઈ છે અને 02 પુરુષોને ગંભીર ઇજાઓ થઈ છે. તેમને ગૌરીકુંડ રિફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 02 લોકોના મોત થયા છે. આ સ્થળે પોલીસ સુરક્ષા હેઠળ મુસાફરોની અવરજવર કરાવવામાં આવી રહી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button