જમ્મુ-કાશ્મીરઃ વૈષ્ણોદેવી રોપ વે પ્રોજેક્ટનો વિરોધ, કટરામાં પોલીસ પર હુમલો…
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકૂટ પર્વત સ્થિત વૈષ્ણોદેવી મંદિર સુધીના માર્ગ પર પ્રસ્તાવિત રોપવે પરિયોજનાનો લોકો વિરોધ કરી રહ્યા છે. આંદોલનકારીઓ દ્વારા આજે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Sambhal Violence : રાહુલ ગાંધીએ હિંસા માટે ભાજપ સરકારને જવાબદાર ગણાવી, શાંતિ માટે અપીલ કરી
12 કિમી રોપવેનો કરી રહ્યા છે વિરોધ
શ્રીમાતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ દ્વારા તારકોટ માર્ગમાં સાંઝી છત વચ્ચે 12 કિલોમીટર લાંબા માર્ગ પર 250 કરોડ રૂપિયાના ખર્ચે મુસાફરો રોપ વે પરિયોજનાને લાગુ કરવાની જાહેરાત બાદ દુકાનદારો તથા અન્ય લોકો સતત આંદોલન કરી રહ્યા છે.
યોજનાથી આ શ્રદ્ધાળુઓને થશે લાભ
શ્રીમાતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે મુસાફરોની યાત્રાને સુવિધાજનક અને ત્વરિત બનાવવા માટે લાંબા સમયથી વિલંબિત રોપવે પરિયોજના લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. એસએમડીવીએસબીના સીઈઓ અંશુલ ગર્ગે કહ્યું, રોપવે પરિયોજના એક પરિવર્તનકારી પરિયોજના હતી. જે શ્રદ્ધાળુઓને 13 કિલોમીટર ચાલીને જવામાં મુશ્કેલી પડતી હતી તેમના માટે આ યોજના ખૂબ લાભદાયી સાબિત થશે.
આ પણ વાંચો : કુકમાની મહિલા સરપંચના તલાટી પુત્રને ચાર્જશીટ બાદ જામીનનો ઈન્કાર
અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિર્ણયને અંતિમ રૂપ આપવામાં આવ્યા બાદ કામ જલદી શરૂ થશે. રોપવે તારકોટ માર્ગને મુખ્ય તીર્થ ક્ષેત્ર ભવનથી જોડશે. તેમણે જણાવ્યું કે, પર્યાવરણ પર પડતાં પ્રભાવને ઓછો કરવા માટે સાવધાનીપૂર્વક યોજના અમલી બનાવવામાં આવશે. જેનાથી શ્રદ્ધાળુઓને ત્રિકુટા પહાડોનું સૌંદર્ય માણવા મળશે. રોપવેથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવશે. જેનાથી પારંપરિક પગપાળા રૂટ પર ભીડ ઓછી થશે. કલાકોની યાત્રા મિનિટોમાં થઈ જશે.