નેશનલ

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન શરૂ

કઠુઆ: જમ્મુ: જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. જેમાં બિલ્લાવર ક્ષેત્રના કામડ નાલા વિસ્તારમાં આ અથડામણ ચાલી રહી છે. પોલીસને આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ વિશે ગુપ્ત માહિતી મળી હતી. જેના પગલે SOG ટીમે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો જેના કારણે સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યો હતો.

સુરક્ષા દળોને ગામમાં મોકલવામાં આવ્યા

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, સાંજે ચાર વાગ્યે બિલાવર પોલીસ સ્ટેશન વિસ્તારના કમાધ નાળામાં સ્થાનિક લોકોએ એક આતંકવાદીને જોયો હતો. સૂત્રોએ કહ્યું આ આતંકવાદી સવારે અન્ય વિસ્તારમાં પણ જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે તેથી આતંકીને મારવા માટે વધારાના સુરક્ષા દળોને ગામમાં મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન, મળી આવ્યા વિસ્ફોટક અને અન્ય સામગ્રી

બંને તરફથી ફાયરિંગ ચાલુ

આ અંગે મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. જમ્મુના આઈજી ભીમ સેન ટૂટીએ એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરી છે. આ વર્ષ 2026માં પ્રથમ વાર છે જ્યારે આતંકી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ છે. આ ઓપરેશની દેખરેખ જમ્મુના આઈજી અને કઠુઆના એસએસપી મોહિત શર્મા પોતે કરી રહ્યા છે. હાલમાં બંને તરફથી ફાયરિંગ ચાલુ છે અને ઓપરેશન પણ ચાલી રહ્યું છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button