નેશનલ

કાશ્મીરીઓએ સામૂહિક રીતે હિંસાનો વિરોધ કર્યો, 3 દાયકા બાદ કાશ્મીરની સ્થિતિ બદલાઈ

જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીર પર ફરી એક દાગ લાગ્યો જ્યારે પહેલગામ પર આતંકવાદી હુલમો કરવામાં આવ્યો. આ હુમલામાં 28 લોકોના મોત થયા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો કાશ્મીરમાં જવા માંગતા લોકોએ હવે પોતાની યાત્રી રદ્દ કરાવી દીધી છે. ભારત સરકારે પણ કાર્યવાહી કરી અને પાંચ એવા મોટા નિર્ણયો લીધા જેના કારણે પાકિસ્તાનની કમર ભાંગવાની છે. સરકાર સાથે સાથે આ વખતે તો કાશ્મીરના લોકોએ વિરોધ પ્રદર્શન કરીને આતંકવાદ સામે અવાજ ઉઠાવ્યો છે. મહત્વની વાત એ છે કે, અત્યારે આખુ કાશ્મીર શાંત છે, દરેક જગ્યાએ સન્નાટો છવાયો છે.

કાશ્મીરના પહેલગામથી શ્રીનગર લોકોએ રસ્તા પર ઉતરી આવ્યાં

નોંધનીય છે કે, આ આતંકી હુમલાનો આખા કાશ્મીરે વિરોધ કર્યો છે. કાશ્મીર બોલી રહ્યું છે, ‘ચૂપ રહેવું પાપ છે. જે લોકો પોતાના પરિવાર સાથે આનંદ માણવા આવે છે તેઓએ શબપેટીઓમાં પાછા ન ફરવું જોઈએ’ તને અર્થ એ છે કે, અહીં આવતા પ્રવાસીઓની લાશો જવી એ નિંદનીય છે. જે લોકો અહીં ફરવા આવે છે, આનંદ કરવા આવે છે તેમની સાથે આવું ના થવું જોઈએ. પરંતુ અફસોસ કે આવું થયું. 28 નિર્દોષ લોકોની હત્યા કરી દેવામાં આવી. કાશ્મીરના પહેલગામથી શ્રીનગર અને કિશ્તવાડથી જમ્મુના ડોડા સુધી ભારે વિરોધ પ્રદર્શન અને બંધ જોવા મળ્યું હતું.

પહેલગામમાં લગભગ 800 લોકોએ સંપૂર્ણ બંધ પાળ્યું

મહત્વની વાત એ છે કે, ત્રણ દાયકામાં આ પહેલી વાર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો વિરોધ કરવામાં આવ્યો છે. પહેલગામમાં, લગભગ 800 લોકોએ સંપૂર્ણ બંધ પાળ્યો અને હત્યાઓની નિંદા કરતા પ્લેકાર્ડ લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા. આવું આ પહેલા ક્યારેય નથી થયું. શ્રીનગરના લાલ ચોકમાં આવેલા ક્લોક ટાવર ખાતે કાશ્મીરીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. અહીં રાજકારણીઓ, વેપારીઓ અને નાગરિકોએ આ આતંકવાદી હુમલાની સામૂહિક નિંદા કરી હતી. એટલે એ વાત તો ખરી કે, કાશ્મીર હવે બદલવા માંગ છે. પરંતુ કેટલાક દેશના ગદ્દારો નથી ઇચ્છાતા કે કાશ્મીર સ્વર્ગ બને! એટલા માટે 22મી એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો.

આપણ વાંચો:  પહેલીવાર ત્રાસવાદી હુમલાને પાકિસ્તાની કલાકારોએ વખોડ્યો, આખો દેશ જો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button