viral video: Aanand Mahindraએ પોસ્ટ કરેલો ક્યૂટ ગર્લ્સનો વીડિયો જોયો

અમદાવાદઃ ભારતનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર kashmir તેની પ્રાકૃતિક સુંદરતા માટે જગતભરમાં જાણીતું છે. દરેકનું સપનું હોય છે કે તે કાશ્મીર જાય અને ત્યાંની બર્ફિલી વાદી, પહાડ, ઝીલની મજા માણે. ટૂરિઝમ માટે હોટ ફેવરીટ આ ડેસ્ટીનેશન જેમ તમને ને મને ગમે છે તેમ બે ક્યૂટ ગર્લ્સને ગમી ગયું છે અને તેમણે અહીંના સુંદર માહોલનું જાણે શાયરાના અંદાજમાં રિર્પોટિંગ કર્યું છે.
કાશ્મીરમાં પડેલા બરફમાં આ બન્ને નાનકડી બે ટેણકી મજા કરી રહી છે અને અહીંનો માહોલ કેવો છે તે બધાને જમાવી રહી છે. કોઈ મોટી ઉંમરની મહિલા જ્યારે તેમને કહે છે કે શરદી થઈ જશે ત્યારે કહે છે કે પણ એન્જોય તો કરવું પડે ને… તે પહેલા તે પોતે જે જગ્યાએ ઊભી છે તે બતાવી કહે છે કે તો હમ યહા અન્જોય કર રહે હૈ, મસ્તી કર રહે હૈ, યહા ચારો તરફ કીતની બર્ફ હૈ.તેમની નિર્દોષ મસ્તી કોઈને પણ ગમી જાય તેવી છે. બાળપણની યાદ અપાવી દે છે.
ઘણીવાર જોવા મળ્યું છે કે યુવાનો કે મોટી ઉંમરના પણ પર્યટનના સ્થળે મોબાઈલમાં બિઝી હોય છે અથવા ફોટા કે સેલ્ફી લેવામાં બિઝી હોય છે, પરંતુ આ બન્ને ટબૂડીઓ કુદરતની કરામતને મન ભરીને માણી રહી છે. તેમની માસૂમિયત એટલી મન મોહી લે તેવી છે કે બિઝનેસમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) પણ પોતાની જાતને આ વીડિયો શેર કરતા રોકી નથી શકયા. તેમણે તેમના ટ્વીટર અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. તમે પણ જૂઓ વીડિયો તો તમને પણ ફરી બાળક થઈ જાવનું મન થઈ જશે.