નેશનલ

તાજી હિમવર્ષાથી કાશ્મીર થથર્યું

હિમવર્ષા: મનાલીમાં ગુરુવારે નવેસરથી હિમવર્ષા થયા બાદ અટલ ટનલની આસપાસનો હિમાચ્છાદિત વિસ્તાર. (એજન્સી)

શ્રીનગર: કાશ્મીરના ઘણા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ હતી અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, ગુલમર્ગ, પહલગામ અને સોનમર્ગ સહિત કાશ્મીરના ઊંચાઇવાળા વિસ્તારોમાં રાત્રે તાજી હિમવર્ષા થઈ હતી.

તેઓએ કહ્યું કે ગુરેઝ અને બાંદીપોરા, ગાંદરબલ અને અનંતનાગ જિલ્લાના ઊંચાઇવાળા વિસ્તારોમાં પણ તાજી હિમવર્ષા થઈ છે.

અધિકારીઓએ ઉમેર્યું હતું કે ઝબરવાન રેન્જ સાથે શ્રીનગરના ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીનગર શહેર અને ખીણના અન્ય મેદાની વિસ્તારોમાં આખી રાત દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા.

હવામાન વિભાગે ૨૦ માર્ચ સુધી મુખ્યત્વે શુષ્ક હવામાનની આગાહી કરી છે. આગાહી અનુસાર ૨૨-૨૪ માર્ચ સુધી, જમ્મુ અને કાશ્મીરમાં ઘણાં સ્થળોએ વરસાદ/બરફ પડવાની સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button