કાશ્મીરમાં બસ ખીણમાં ખાબકીઃ 11નાં મોત, 45 ઘાયલ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં આજે સૌથી મોટો અકસ્માત થયો હતો. જમ્મુના જિલ્લામાં આજે યાત્રાધામ જનારી એક બસના ડ્રાઈવરે સંતુલન ગુમાવતા બસ ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં અગિયાર લોકોનાં મોત તયા છે, જ્યારે 45 લોકોને ઈજા પહોંચી છે.
જમ્મુ જિલ્લાાના કાલીગરના ચોકી ચોરા સ્થિત તંગલી વિસ્તારમાં બન્યો હતો. બસના ડ્રાઈવરે સંતુલન ગુમાવતા બસ લગભગ 150 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. હરિયાણાના કુરુક્ષેત્રના વિસ્તારથી શિવખૂડી જતી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત પછી બચાવ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં જખમી થયેલા પ્રવાસીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રાથમિક અહેવાલ અનુસાર બસચાલક દ્વારા નિયંત્રણ ગુમાવ્યા પછી બસ ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માત પછી ઈજાગ્રસ્તોને જમ્મુની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અમુક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશના નંબરવાળી બસ જમ્મુથી શિવખૂડી જઈ રહી હતી. અખનુરથી ટુંગી મોડ નજીક બસ ખાઈમાં પડી હતી. બસમાં લગભગ 60થી વધુ શ્રદ્ધાળુઓ હતા. આ અકસ્માત પછી પોલીસ સહિત અન્ય એજન્સી બચાવ કામગીરીમાં જોતરાઈ હતી.
Also Read –