નેશનલ

કાશી વિશ્વનાથ ધામ કોરિડોરના બે વર્ષ: 25 હજાર કરોડનો બિઝનેસ, હોટલ અને ખાણી-પીણીનો ઉદ્યોગમાં ઉછાળો

વારાણસી: શ્રી કાશીવીશ્વનાથ ધામ કોરિડોરના લોકાર્પણને બે વર્ષ પૂરાં થઇ ગયા છે. આ બે વર્ષોમાં શહેરની અર્થ વ્યવસ્થામાં જબરદસ્ત ઉછાળ આવ્યો છે. 13 કરોડથી વધુ દેશી અને વિદેશી શ્રદ્ધાંળુઓની અવર-જવરને કારણે હોટલ, ગેસ્ટ હાઉસ, ખાણ-પીણી જેવા ઉદ્યોગો સહિત ટ્રાન્સપોટેશનનો બિઝનેસ પણ વધી ગયો છે.

ડીએવી પીજી કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર અનૂપ મિશ્રાના મત મુજબ બે વર્ષોમાં 40 હજાર કરોડ રુપિયા કાશીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવામાં આવ્યા છે. લગભગ 16 કરોડ પર્યટકો અને શ્રદ્ધાંળુઓના આવવાથી અહીં બિઝનેસનો ગ્રાફ અચાનક આસમાને પહોંચી ગયો છે.


કહી શકાય કે અહિં બિઝનેસ 10 ગણો વધ્યો છે. બનારસી સાડી, બનારસી કપડાં સહિત અનેક લોકલ વસ્તુઓને વૈશ્વિક બજાર મળ્યું છે. હસ્ત કલાકારોના માલની માગ વિદેશોમાં પણ વધી છે. બે વર્ષમાં લગભગ 25 હજાર કરોડનો બિઝનેસ થયો છે.


કાશી વિશ્વનાથ ધામનું આકર્ષણ દિવસે દિવસે વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં 16 કરોડ પર્યટકો અને શ્રદ્ધાંળુઓ બાબાના દ્વારે માથુ ટેકવા આવ્યા છે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પર્યટકોની સંખ્યાના મામલે કાશીએ તામિલનાડુ અને ગોવાને પાણ પાછળ પાડી દીધા છે.


આખા દેશમાંથી બાબા વિશ્વનાથના દર્શન કરવા આવનારા શિવભક્તો માટે ભાષા બંધનકારક ન બને તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં શ્રદ્ધાંળુને એમની ભાષામાં જ જાણકારી આપવામાં આવે છે. ઠેર ઠેર લગાવવામાં આવેલ સાઇનએજ બોર્ડ પણ હિન્દી, અંગ્રેજીના સાથે સાથે તમિલ અને તેલગૂમાં પણ લગાવવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button