UP accident: યુપીના કાસગંજમાં મુસાફરોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં ખાબકી, 15નાં મોત
ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ગ્રામજનો અને પોલીસકર્મીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, શનિવારે સવારે લગભગ 10 વાગ્યે કાસગંજના પટિયાલી દરિયાવગંજ રોડ પર એક ટ્રેક્ટર ટ્રોલી સાથે તળાવમાં ખાબક્યું હતું. ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા લોકો તળાવમાં ડૂબ્યા હતા, જેમાંથી સાત બાળકો અને આઠ મહિલાઓના મોત થયા છે.
ગ્રામજનો અને પોલીસકર્મીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. તળાવમાંથી બચાવાયેલા લોકોને પટિયાલીના આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 15 મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
જાણકારી મુજબ મુસાફરો એટા જિલ્લાના કાહા ગામના રહેવાસી હતા. યુપી સીએમઓના અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જેમાં સાત માસૂમ બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે આઠ મહિલાઓ છે.