નેશનલ

ભારતમાં ઑલિમ્પિક યોજવા પર રાજકારણ! કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે…..

ભારતની મનુ ભાકરે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બનીને ઈતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત મનુ ભાકરના પ્રદર્શનને કારણે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલ ખાતું ખુલ્યું હતું. પરંતુ એક તરફ ભારતીયો માટે આ કારણથી ઓલિમ્પિકની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ નીતા અંબાણી અને કાર્તિ ચિદમ્બરમ વચ્ચે વિવાદ વકર્યો છે. રાજકીય નેતાઓમાં હવે ઓલિમ્પિકની ચર્ચા જોવા મળી રહી છે. બે દિવસ પહેલા નીતા અંબાણીએ ભારતમાં ઑલિમ્પિક યોજવાની વ્યક્ત કરેલી ઈચ્છા પર કાર્તિ ચિદમ્બરમે ટિપ્પણી કરી છે કે આ એક મોટું સંકટ છે.

નીતા અંબાણી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના સભ્ય છે. પેરિસ ઓલિમ્પિકના અવસર પર તેઓ પેરિસમાં છે. ત્યાં ઈન્ડિયા હાઉસના ઉદ્ઘાટન સમયે તેમનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. ઈન્ડિયા હાઉસના ઉદ્ઘાટન સમયે તેમણે જણાવ્યું હતું કે “એ દિવસ દૂર નથી જ્યારે ભારત ઓલિમ્પિકની યજમાની કરશે. ઈન્ડિયા હાઉસના ઉદઘાટનના દિવસે, ચાલો આપણે બધા આ સંકલ્પ લઈએ.”
આજે આપણે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં ભવિષ્યના સ્વપ્નને સાકાર કરવા તરફ પ્રથમ પગલું ભરવા માટે ભેગા થયા છીએ.

જે સપનું 140 કરોડ ભારતીયોએ જોયું છે. આ સપનું ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કરવાનું છે. દરેક દેશ ક્યારેક એવા નિર્ણાયક તબક્કે આવે છે જ્યાં તે ઇતિહાસનો માર્ગ બદલી શકે છે. ભારત હવે એ તબક્કે પહોંચી ગયું છે. હવે સમય આવી ગયો છે કે એથેન્સમાં જે જ્યોત પ્રથમ પ્રગટાવવામાં આવી હતી (પ્રથમ ઓલિમ્પિકનું ઉદ્ઘાટન), તે જ્યોતથી ભારતની પ્રાચીન ભૂમિને પ્રકાશિત કરવી જોઈએ”, એમ નીતા અંબાણીએ આ પ્રસંગે બોલતા જણાવ્યું હતું

નીતા અંબાણીનો આ વીડિયો X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે તેના પર પ્રતિક્રિયા આપીછે. ”એક દેશ તરીકે ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કરવું એક મોટો પડકાર હશે. ઓલિમ્પિકનું ભારતમાં આયોજન કરવા માટે અને એને માટે યોગ્ય વસ્તુઓ બનાવવા, સ્ટેડિયમો ઊભા કરવા વગેરે માટે ઘણા પૈસાનું રોકાણ કરવા પડશે જેનો ઓલિમ્પિક પછી કોઈ ફાયદો થશે નહીં. તદુપરાંત, નાણાકીય તણાવને કારણે ભારતે ભારે દેવું ભોગવવાનો વારો આવશે,” એમ કાર્તિ ચિદમ્બરમે તેમની પોસ્ટમાં જણાવ્યું હતું.

”ભારતમાં ઓલિમ્પિકની યજમાની કરવાને બદલે, આપણે આપણા એથ્લેટ્સને તાલીમ, મુસાફરી અને સ્પર્ધા કરવા માટે તમામ સંભવિત સમર્થન અને સંસાધનો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેની શરૂઆત ભારતમાંથી ભાવિ મેડલ વિજેતાઓ બનાવવાથી થવી જોઈએ”, એવી ચિદમ્બરમે સલાહ આપી.

દરમિયાનમાં ભારતની મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની મેડલ સફરની મજબૂત શરૂઆત કરી છે. મનુ ભાકર શૂટિંગમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની છે. તે સિવાય આ કેટેગરીમાં અગાઉ માત્ર ચાર ભારતીયો મેડલ જીતી શક્યા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો…