ભારત પાકિસ્તાન સરહદ પર સ્થિત કરતારપુર કોરીડોર પણ પાણીમાં ડૂબ્યો, રાવી નદીમાં પુર

ગુરુદાસપુર : પાકિસ્તાન પંજાબ પ્રાંતમાં સતત ભારે વરસાદથી મોટાભાગની નદીઓમાં પુરની સ્થિતી છે. તેમજ ભારતમાં પણ પંજાબમાં ભારે વરસાદ છે. જેના પગલે રાવી નદીમાં પાણીનો પ્ર્વાહ વઘતા ગુરુદાસપુર જીલ્લામાં પુરનો ખતરો ઉભો થયો છે. તેમજ ભારત પાકિસ્તાન સરહદ પર સ્થિત કરતારપુર કોરીડોર પણને અસર થઈ છે. તેમજ જો પાણીનો પ્રવાહ વધ્યો તો તે સંપૂર્ણ પણે ડૂબી જવાની આશંકા છે.
રાવી નદીમાં પુરની સ્થિતિ
ભારતના પંજાબના ગુરુદાસપુર જીલ્લામાં સતત વરસાદના લીધે રાવી નદીમાં પુરની સ્થિતિ છે. નદીનું જળસ્તર વધતા ડેરા બાબા નાનક પાસે ઘુસી બંધ તૂટી ગયો છે. જેના લીધે પુરનું પાણી આસ પાસના અનેક ગામોમાં પ્રવેશી ચુક્યા છે. જેના લીધે લોકોના ઘરના પાણી ભરાયા છે અને ખેતરો જળમગ્ન થયા છે. ડેરા બાબા નામક શહેરમાં પણ પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ લોકો વહીવટીતંત્ર સાથે મદદ માંગી રહ્યા છે.
પંજાબના વિવિધ જીલ્લાઓમાં સતત વરસાદને કારણે પુરની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી ભારતના પંજાબના વિવિધ જીલ્લાઓમાં સતત વરસાદને કારણે કપૂરથલા જિલ્લામાં પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. જ્યારે ફિરોઝપુરમાં નદી કિનારે આવેલા ગામોને ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. પોંગ અને ભાખરા ડેમમાંથી વધારાનું પાણી છોડાતા અને ભારે વરસાદને કારણે, સતલજ, બિયાસ અને રાવી નદીઓ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. તેમજ બિયાસ નદીને કારણે ખેતીની જમીન મોટા પાયે ડૂબી જવાને કારણે કપૂરથલા જિલ્લાના ઘણા ગામોમાં પૂરની સ્થિતિ વધુ વણસી ગઈ હતી.
ગુરુદ્વારા કરતારપુર સાહિબ શું છે ?
કરતારપુર કોરિડોર પાકિસ્તાનમાં નરોવાલ નજીક ગુરુદ્વારા દરબાર સાહિબ અને ભારતના પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ગુરુદ્વારા ડેરા બાબા નાનકને જોડે છે. ગુરુદ્વારા કરતારપુર સાહિબ માટે ભારતના લોકોને વિઝા લેવાની જરૂર નથી. કરતારપુર કોરિડોર વિઝા-રહિત માર્ગ છે. જેના દ્વારા ભારતીય શીખ પાકિસ્તાનમાં આ ઐતિહાસિક ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકે છે.