નેશનલ

કર્ણાટકમાં ધરપકડ કરાયેલા કારસેવક શ્રીકાંત પૂજારીને મળ્યા જામીન…

બેંગલુરુ: 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ બાદ સમગ્ર દેશમાં તે સમયે રમખાણો થયાં હતા ત્યારે કથિત રીતે આ રમખાણોમાં ભાગીદારી માટે ધરપકડ કરાયેલા શ્રીકાંત પૂજારીને આજે કર્ણાટકના હુબલીની અદાલતે જામીન આપ્યા હતા. તે સમયે ભાજપે પૂજારીની ધરપકડ સામે રાજ્યવ્યાપી વિરોધની જાહેરાત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે શાસક કોંગ્રેસ પક્ષ હિંદુ વિરોધી છે. નોંધનીય છે કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે રામ જન્મભૂમિ ચળવળ સાથે સંબંધિત 31 વર્ષ જૂના કેસમાં એક હિંદુ કાર્યકર્તાની ધરપકડ સામે રાજ્યના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને પ્રદર્શનમાં જોડાનાર દરેક વ્યક્તિ એમ કહેતો હતો કે હું પણ કાર સેવક છું મારી પણ ધરપકડ કરો.

બેંગલુરુમાં આ વિરોધ પ્રદરેશનોની આગેવાની ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન વી. સુનિલ કુમારે લીધી હતી તેમજ ભાજપના કાર્યકરો દ્વારા ‘જય શ્રી રામ’ના નારા વચ્ચે સદાશિવનગર પોલીસ સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કર્યા હતા.

નોંધનીય છે કે ગયા અઠવાડિયે ઉત્તર કર્ણાટકના હુબલી શહેરમાં કાર સેવક શ્રીકાંત પૂજારીની ડિસેમ્બર 1992માં નોંધાયેલા રમખાણોના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. ભાજપે કોંગ્રેસ સરકાર પર હિંદુઓ પ્રત્યે કડક વલણ અપનાવવાનો અને લઘુમતી તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો હતો. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ પૂજારી પર દારૂના ગેરકાયદે વેચાણ, જુગાર સહિત 16 અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

પૂર્વ પ્રધાને આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકમાં સત્તારૂઢ કોંગ્રેસે કાર સેવકો અને રામભક્તોને ડરાવવાની વ્યૂહરચના અપનાવી છે. શ્રીકાંત પૂજારીની ધરપકડ અંગે સિદ્ધારમૈયા સરકારની નિંદા કરતા કહ્યું હતું કે હિન્દુ કાર્યકર્તાને ‘ગુનેગાર’ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે પરંતુ મેંગલુરુ કુકર બોમ્બ કેસના આરોપીને નિર્દોષ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button