અમદાવાદની સાબરમતી જેલમાં લૉરેન્સ બિશ્નોઈ જેવા રીઢા ગુનેગારોને કેમ રાખવામાં આવે છે? જાણો કેવી છે જડબેસલાક સિક્યોરિટી
Sabarmati jail: ભારતની કુલ 1319 જેલમાંથી એક ગુજરાતની સાબરમતી જેલ (Sabarmati Jail Ahmedabad) ભારતની સૌથી સુરક્ષિત જેલ પૈકીની એક માનવામાં આવે છે. અનેક હાઈપ્રોફાઈલ ગુનેગારો (highprofile criminal) આ જેલમાં રાખવામાં આવે છે. ઉપરાંત હાલ ચર્ચામાં રહેલો કુખ્યાત ગેંગસ્ટાર લૉરેન્સ બિશ્નોઈ (Gangstar lawrance bishnoi) પણ આ જેલમાં રાખવામાં આવ્યો છે. લૉરેન્સ બિશ્નોઈ પર 79 કેસ નોંધાયેલા છે. 10 કેસમાં પોલીસ માટે તેની ધરપકડ જરૂરી છે, હાલ તેના પર ચાલી રહેલા 40 કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.
લૉરેન્સ બિશ્નોઈ 14 મહિનાથી જેલમાં બંધ છે. ભારતના ગૃહ મંત્રાલય દ્વારા એક ખાસ કલમ હેઠળ લૉરેન્સ બિશ્નોઈને સુરક્ષા કવચ મળ્યું છે. આ સ્થિતિમાં અમદાવાદની સાબરમતી જેલ કેટલી સુરક્ષિત છે અને ત્યાં સુરક્ષાનો શું બંદોબસ્ત છે તથા જેલમાં અનેક પ્રકારના ગેંગસ્ટાર રાખવામાં આવે છે તે એક પ્રશ્ન છે.
સાબરમતી જેલની સુરક્ષા વ્યવસ્થા
દેશમાં કુલ 1319 જેલ છે. પરંતુ હાલમાં તમામની નજર ગુજરાતની સાબરમતી જેલ પર છે. આ જેલમાં કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ બંધ છે, આ ઉપરાંત તેમાં અન્ય 2600 કેદી બંધ છે. સુરક્ષાની વાત કરીએ તો ગુજરાતની સાબરમતી જેલમાં આધુનિક સુરક્ષા વ્યવસ્થા છે. જેમાં સીસીટીવી કેમેરા, મેટલ ડિરેક્ટર અને અન્ય સુરક્ષા ઉપકરણો છે. આ જેલમાં કેદીઓ પર સતત નજર રાખવામાં આવે છે. તેમજ વિવિધ પ્રકારના ગુનામાં સામે કેદીઓને અલગ અલગ બેરેકમાં રાખવામાં આવે છે. આ જેલમાં કેદીઓના બહારના લોકો સાથે સીધો સંપર્ક કરવાની મંજૂરી હોતી નથી.
સાબરમતી જેલમાં લૉરેન્સ બિશ્નોઈને ક્યાં રાખવામાં આવ્યો છે
ગુજરાતની સાબરમતી જેલ બે ભાગમાં વહેંચાયેલી છે. લૉરેન્સ બિશ્નોઈને જૂની જેલમાં રાખવામાં આવ્યો છે. આ જેલમાં 10 રૂમ છે, જેમાં 9 રૂમ ખાલી છે અને 10માં રૂમમાં લૉરેન્સ બિશ્નોઈને રાખવામાં આવ્યો છે. જ્યારથી લૉરેન્સ બિશ્નોઈને અહીં લાવવામાં આવ્યો છે ત્યારથી તે બહારના કોઈ વ્યક્તિને મળ્યો નથી. તેના પરિવારના સભ્યો પણ મળવા આવ્યા નથી. લૉરેન્સની તેના વકીલ સાથે પણ સીધી મુલાકાત થઈ નથી. ક્યારેક ક્યારેક તેના વકીલની વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત થઈ છે. આ ઉપરાંત કોઈને પણ લૉરેન્સ બિશ્નોઈને મળવાની મંજૂરી નથી. સાબરમતી જેલના સ્ટાફમાંથી માત્ર અમુક જ લોકો લૉરેન્સ બિશ્નોઈને મળી શકે છે.