Top Newsનેશનલ

કર્ણાટકના વિજયપુરામાં ખાનગી ટ્રેનિંગ વિમાન ક્રેશ, બે લોકો ઘાયલ…

વિજયપુરા: કર્ણાટકના વિજયપુરામાં ખાનગી ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માતના બે લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના વિજયપુરા જિલ્લાના બાલાસોર તાલુકાના મેંગલોર ગામમાં બની હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ આ ટ્રેનિંગમાં બે લોકો સવાર હતા. દુર્ઘટના બાદ ઘાયલોને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

વિજયપુરાના બાલાસોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણ થતાં જ બાલાસોર પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટનાના કારણ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

એન્જિનમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ

આ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ રેડ બર્ડ એવિએશનની માલિકીનું ખાનગી વિમાન હતું. તે કલબુર્ગીથી બેલાગવી જઈ રહ્યું હતું ત્યારે તેના એક એન્જિનમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ અને તે ક્રેશ થયું. વિમાનમાં બે લોકો સવાર હતા જેમની ઓળખ કેપ્ટન અને એક તાલીમાર્થી પાયલોટ તરીકે થઈ હતી. આ બંનેને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે વધુ તપાસ ચાલુ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button