10th Stdના વિદ્યાર્થી સાથે શિક્ષિકાના ફોટા પર હોબાળો, ફરિયાદ બાદ શિક્ષિકા સસ્પેન્ડ, Photos Viral
બેંગલુરુ: કર્ણાટકના મુરુગામલ્લામાં સરકારી હાઈસ્કૂલની મહિલા શિક્ષિકાના ફોટા સોશિયલ મીડિયા હોબાળો મચાવી દીધો છે. ધોરણ 10ના વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે કરાવેનું આ ફોટા ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. તે બંને ફોટામાં વાંધાજનક પોઝ આપતા જોવા મળે છે.
વાઈરલ વીડિયો અંગે ફરિયાદ મળ્યા બાદ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પબ્લિક ઈન્સ્ટ્રક્શન બૈલાનજીનપ્પાએ મહિલા શિક્ષકને સસ્પેન્ડ કરી દીધી છે તેમ જ તેમણે આ કેસની તપાસ બ્લોક એજ્યુકેશન ઓફિસરને સોંપી છે. બ્લોક ઓફિસરે પણ પ્રાથમિક તપાસ કરવા શાળાની મુલાકાત લીધી હતી. ત્યારે સસ્પેન્ડેડ મહિલા શિક્ષિકા પુષ્પલતાનું કહેવું છે કે ફોટામાં તે માતા અને પુત્ર વચ્ચેના સંબંધને બતાવવાનો પ્રયાસ કરી રહી હતી.
એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી આ તસવીરોમાં એક મહિલા શિક્ષિકા વિદ્યાર્થીઓ સાથે આ તસવીરોમાં જોવા મળે છે. આમાંના કેટલાક પોઝ સામે લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે સમાજ તરીકે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ?
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ જોઈને લોકો અવનલી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે મહિલા શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સાથે જ કેટલાકે વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.
એક યુઝરે તો એમ પણ પૂછ્યું કે ફોટાને લઈને હોબાળો કેમ થઈ રહ્યો છે. જો કાર્યવાહી કરવી હોય તો બંને સામે થવી જોઈએ કોઈ એક સામે નહિ.