કર્ણાટકમાં આંગણવાડી શિક્ષકો માટે Urdu ભાષા ફરજિયાત, ભાજપે લગાવ્યો મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે આંગણવાડીમાં શિક્ષકો માટે ઉર્દૂ(Urdu)ભાષા ફરજિયાત બનાવી છે. જેના પગલે વિપક્ષ ભાજપે આકરા પ્રહાર કર્યા છે. જેમાં ભાજપે કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે.
ઉર્દૂ સત્તાવાર ભાષા નથી
આ અંગે પ્રહાર કરતાં ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ નલીન કુમાર કાતીલે કહ્યું છે કે, રાજ્યની કોંગ્રેસ સરકાર દ્વારા આંગણવાડી શિક્ષકની નોકરી મેળવવા માટે ઉર્દૂ ભાષાનું જ્ઞાન જરૂરી છે તેવી જાહેરાત નિંદનીય છે. આંગણવાડી શિક્ષકોની ભરતીમાં મુસ્લિમ સમુદાયને ખુશ કરવાનો અને માત્ર તેમને જ નોકરી આપવાનો પ્રયાસ ફરી એકવાર કોંગ્રેસની દંભી નીતિને છતી કરે છે. આ ઘૃણાસ્પદ રાજકારણની ચરમસીમા છે.
કર્ણાટકની સત્તાવાર ભાષા કન્નડ છે
ભાજપે ટ્વિટર પર કહ્યું, “કર્ણાટક સરકાર કન્નડ ભાષી વિસ્તારોમાં ઉર્દૂ ભાષાલાદી રહી છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકૃત આદેશે ચિક્કામગાલુરુ જિલ્લાના મુદિગેરેમાં આંગણવાડી શિક્ષકોની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો માટે ઉર્દૂ જાણવું ફરજિયાત બનાવ્યું છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન લક્ષ્મી હેબ્બાલકરના જણાવ્યા અનુસાર, કર્ણાટકની સત્તાવાર ભાષા કન્નડ છે ત્યારે ઉર્દૂ શા માટે ફરજિયાત બનાવવામાં આવી રહી છે ? મહેરબાની કરીને તેનો જવાબ આપો.”
ઉર્દૂ સત્તાવાર ભાષા નથી
મીડિયા અહેવાલ મુજબ, ઉર્દૂ સત્તાવાર ભાષા નથી અને મુખ્યત્વે ઉર્દૂ માધ્યમની શાળાઓમાં વૈકલ્પિક વિષય તરીકે ભણાવવામાં આવે છે, તેથી આંગણવાડી ભરતી માટે તેને ફરજિયાત બનાવવું અયોગ્ય જણાય છે. કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકાર 2017 થી આંગણવાડી કેન્દ્રોમાં ઉર્દૂ શીખવવાનું આયોજન કરી રહી હતી.