કર્ણાટકમાં 12 સરકારી કર્મચારીઓ પર લોકાયુક્તના દરોડા, આવકથી વધારે સંપત્તિનો કેસ

બેંગલુરુ : કર્ણાટકમાં લોકાયુક્ત દ્વારા રાજ્યના 12 સરકારી કર્મચારીઓ પર આવક થી વધારે સંપત્તિના કેસમાં દરોડા પાડ્યા છે. જેમાં બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશનના જમીન સંપાદન વિભાગના એક સર્વેયર સહિત 12 સરકારી કર્મચારીના નિવાસ અને અન્ય સ્થળોએ તપાસ હાથ ધરી છે.
આ અંગે લોકાયુક્તના સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા વહેલી સવારે શરૂ કરવામાં આવ્યા હતા. જે લોકો પર દરોડા પાડવામાં આવ્યા છે તેમાં હાસનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં પ્રથમ વર્ગના સહાયક જ્યોતિ મેરી, કલબુર્ગીમાં કૃષિ વિભાગના સહાયક નિયામક ધુલપ્પા અને ચિત્રદુર્ગમાં કૃષિ વિભાગના સહાયક નિયામક ચંદ્ર કુમારનો સમાવેશ થાય છે.
કાર્યકારી ઇજનેર જગદીશ નાઈકના નિવાસસ્થાને પણ દરોડા
આ ઉપરાંત લોકાયુક્ત ટીમે ઉડુપીમાં ટ્રાન્સપોર્ટ વિભાગના માર્ગ પરિવહન અધિકારી લક્ષ્મીનારાયણ પી. નાયક, બેંગલુરુમાં મલ્લાસન્દ્રા મેટરનિટી હોસ્પિટલના તબીબી અધિકારી મંજુનાથ જી. અને દાવણગેરેમાં કર્ણાટક રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ ના સહાયક કાર્યકારી ઇજનેર જગદીશ નાઈકના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો…FDI આકર્ષવામાં દેશમાં કર્ણાટક ટોપ પર, ગુજરાત ક્યા નંબરે ?