કેન્દ્રીય મંત્રી Nirmala Sitharamanને કર્ણાટક હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત, જાણો શું હતો મામલો ?

બેંગલુરુ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને(Nirmala Sitharaman)કર્ણાટક હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ઇલેકટોરલ બોન્ડ કેસમાં રાજ્યના પૂર્વ ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કટીલ વિરુદ્ધ વેપારી સંસ્થાઓને ઇલેકટોરલ બોન્ડ ખરીદવા માટે દબાણ મુકવાનો ફોજદારી ગુનો દાખલ હતો જેને અદાલતે રદ કર્યો હતો. આ કેસમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સહ-આરોપી હતા.
આ અરજી સ્વીકારીને ચુકાદો આપ્યો હતો
આ કેસમાં કર્ણાટક હાઇકોર્ટે 20 નવેમ્બરના રોજ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. જેમાં પૂર્વ ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કટીલ આ કેસમાં તેમની વિરુદ્ધની પોલીસ ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી. જ્યારે જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ સુનવણી દરમ્યાન આ અરજી સ્વીકારીને ચુકાદો આપ્યો હતો. પોલીસે કાર્યકર્તા આદર્શ.આર.અય્યરની અરજી પર આ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
આ પણ વાંચો : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સામે FIR નોંધાઈ, કોંગ્રેસે રાજીનામું માંગ્યું
કોર્ટે અરજદાર કટીલ સામેની એફઆઇઆર રદ કરી
આ કેસમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ઇડીના અધિકારીઓ, ભાજપના હોદ્દેદારો સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે સીનિયર વકીલ કે.જી. રાઘવને જણાવ્યું હતું કે, કોર્ટે અરજદાર કટીલ સામેની એફઆઇઆર રદ કરી છે. અમે કટીલ વતી અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે નિર્મલા સીતારમણ આમાં અરજદાર નહોતા.