નેશનલ

કર્ણાટક: રમઝાનમાં ઉર્દૂ શાળાઓના સમયમાં ફેરફારના સરકારી ફતવાથી ભારે હોબાળો

બેંગલુરુ: કર્ણાટકમાં સરકારના એક ફતવાએ રાજકીય ગરમાવો જનમાવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રમઝાન દરમિયાન શાળાઓના સમયને બદલવાને અંગે જાહેર કરેલા પરિપત્ર પર ભારે હોબાળો મચી ગયો છે. સરકારના આ પરિપત્રમાં રમઝાન દરમિયાન ઉર્દૂ શાળાઓના સમયમાં ફેરફાર કરવાનો અને વહેલી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, કર્ણાટકમાં ઉર્દૂ અને અન્ય લઘુમતી ભાષા શાળાઓના વિભાગના આદેશ મુજબ, રાજ્યમાં ઉર્દૂ માધ્યમની પ્રાથમિક અને માધ્યમિક પ્રાથમિક શાળાઓનો બંધ થવાનો સમય રમઝાન મહિનાની શરૂઆતથી એક મહિના માટે સવારે 8:00 વાગ્યાથી બપોરે 12:45 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.

આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, “રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ ઉર્દૂ માધ્યમની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે રમઝાન મહિનાની શરૂઆતથી માત્ર 20-03-2026 સુધી શાળાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.” આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

કર્ણાટક શિક્ષણ વિભાગના આ આદેશને લઈને ભાજપે કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે, “હવે આપણે જોઈ રહ્યા છીએ કે રમઝાન દરમિયાન કર્ણાટકની શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવશે. પરંતુ શું કર્ણાટક સરકારે કોઈ હિંદુ તહેવાર દરમિયાન આવી કોઈ છૂટછાટ આપી છે?”. જો કે આ મામલે સરકાર તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button